Motera Stadium: દુનિયામાં છવાયું ભારતનું આ નવું ક્રિકેટ સ્ટેડિયમ, મેલબર્નથી વધારે તેનો સ્વેગ
અમદાવાદ: ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. 24 ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચ બે બાબતને લઇ ખુબજ ખાસ છે. પ્રથમ કે આ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ પિંક બોલ ટેસ્ટ હશે અને બીજું આ મેદાન. મોટેરાનું આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જેને જોઇને ખેલાડી પણ હેરાન રહી ગયા.
દુનિયાનું સૌથી મોટું મેદાન છે મોટેરા
અમદાવાદનું આ મેદાન દુનિયાનું સૌથી મોટું મેદાન છે. મોટેરાનું સરદાર પટેલ સ્ટેડિયમ આમ તો ખુબ જુનું છે પરંતુ તેને નવી રીતથી બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં ગત વર્ષે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન થયું હતું. તેમાં એક સાથે એક લાખ 10 હજાર દર્શકો મેચ જોઇ શકે છે.
700 કરોડના ખર્ચે બન્યું આ મેદાન
અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ 700 કરોડ રૂપિયાથી વધુ ખર્ચથી બનાવવામાં આવ્યું છે. તેમાં 1 લાખ 10,000 દર્શકો બેસી શકે એટલી ક્ષમતા છે. આ સ્ટેડિયમને મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવનારી કંપની દ્વારા જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં 76 કોરપોરેટ બોક્સ, ચાર ડ્રેસિંગ રૂમ ઉપરાંત ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે.
મોટેરા સ્ટેડિયમમાં મળશે આ સુવિધા
મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં ઇનડોર ક્રિકેટ એકેડમી ઉપરાંત સ્વીમિંગ પૂલ, સ્ક્વાશ અને ટેબલ ટેનિસ રમવાની સુવિધાઓ પણ છે. આ સ્ટેડિયમની લાઈટ્સ પણ ખુબ જ અલગ છે. અહીં ફ્લડ લાઇટની જગ્યાએ એલઈડી લાઈટ્સ લગાવાઈ છે, જે સોલર એનર્જીથી ચાલે છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં 3D થિયેટર પણ છે.
મોટેરાનો ઇતિહાસ
1982 માં સાબરમતી નદીના તટ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિમય બનાવવા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશનને જમીન આપવામાં આવી, જેના પર મોટેરા સ્ટેડિયમનું નિર્માણ થયું. 2016 માં આ સ્ટેડિયમનું પુર્નનિર્માણ કરવામાં આવ્યું અને હવે તે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જે સરદાર પટેલ સ્ટેડિયમના નામથી ઓળખાય છે.
Trending Photos