Photos: કેવું હશે આપણું નવું સંસદ ભવન? અંદરની આ અદભૂત તસવીરો જોઈને આંખો પહોળી થઈ જશે
Inside picture of new Parliament: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે કે બજેટ સત્રનું આયોજન નવા સંસદ ભવનમાં જ કરવામાં આવે. બજેટના પહેલા તબક્કાની બેઠક 30-31 જાન્યુઆરીએ બોલાવવામાં આવે છે.
નવા સંસદ ભવનનો હોલ તૈયાર થઈ ગયો છે. લોકસભા હોલની અંદરની તસવીર સામે આવી છે. જેમાં લોકસભા ખુબ ભવ્ય અને વિશાળ દેખાય છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ વર્ષે થનારા રાષ્ટ્રપતિના સંયુક્ત સંબોધનને સંસદના નવા ભવનમાં કરાવવાની તૈયારીમાં છે.
એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આ વર્ષનું બજેટ પણ સંસદના નવા હોલમાં જ રજૂ કરવામાં આવે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે કે બજેટ સત્રનું આયોજન નવા સંસદ ભવનમાં જ કરવામાં આવે. બજેટના પહેલા તબક્કાની બેઠક 30-31 જાન્યુઆરીએ બોલાવવામાં આવે છે. સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ બંને સદનને સંયુક્ત રીતે સંબોધન કરે છે.
તેના બીજા દિવસે લોકસભામાં બજેટ રજૂ કરાય છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે આ વખતનું બજેટ નવા ભવનમાં રજૂ કરાશે.
નવું સંસદ ભવન હાલના સંસદ ભવન કરતા મોટું, આકર્ષક અને આધુનિક સુવિધાઓથી લેસ હશે. 64,500 સ્કેવર મીટરમાં તૈયાર થઈ રહેલા નવા સંસદ ભવનને બનાવવાનું કામ ટાટા પ્રોજેક્ટ્સ કરે છે.
સંસદ ભવનના નવા બિલ્ડિંગમાં ઓડિયો વીઝ્યુઅલ સિસ્ટમ સાથે જ ડેટા નેટવર્ક સુવિધાનો પણ પૂરેપૂરો ખ્યાલ રખાયો છે.
સંસદના નવા ભવનમાં 1224 સાંસદોના બેસવાની સુવિધા છે. એટલે કે એક વખતમાં 1224 સાંસદ બેસી શકે છે. જેમાં 888 સાંસદ લોકસભામાં અને 384 સાંસદ રાજ્યસભામાં બેસી શકશે. નવા બિલ્ડિંગમાં સેન્ટ્રલ હોલ નહીં હોય.
લોકસભા હોલમાં જ બંને સદનોના સાંસદ બેસી શકશે. નવા ભવનમાં એક સુંદર બંધારણ કક્ષ પણ બનાવવામાં આવ્યો છે.
સંસદના નવા ભવનમાં લાઉન્જ, લાઈબ્રેરી, કમિટી હોલ, કેન્ટીન, અને પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ ભવન સંપૂર્ણ રીતે ભૂકંપના આંચકા ઝેલી શકે તેવું છે. જેની ડિઝાઈન HCP ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કરી છે.
ચાર માળના આ નવા સંસદ ભવનને બનાવવા પાછળ 971 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
Trending Photos