IPLના મેગા ઓક્શનમાં આ 5 બોલર કરશે કરોડોની કમાણી..! યોર્કર ફેંકવામાં છે માહિર
IPL 2025 Auction: આઈપીએલ 2025નું ઓક્શન થોડા દિવસોમાં યોજાવાની સાથે આ મેગા ઈવેન્ટને લઈ રોમાંચ ખૂબ જ વધી ગયો છે. રિટેન્શન લિસ્ટ જાહેર થયા બાદ ઘણા એવા મોટા નામ છે, જે આ વખતે ઓક્શનમાં લાઈમલાઈટમાં જોવા મળશે. દિગ્ગજ બેટ્સમેન અને સ્ટાર ઓલરાઉન્ડરની સાથે સાથે ઘણા ખતરનાક ફાસ્ટ બોલરો પણ ફ્રેન્ચાઈઝીના રડાર પર હશે. તો ચાલો જાણીએ તે સ્ટાર બોલરો વિશે જે આ વખતે છપ્પરફાડ કમાણી કરી શકે છે.
મિચેલ સ્ટાર્ક આઈપીએલ 2024માં સૌથી મોંઘો ખેલાડી
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આઈપીએલ 2024માં સૌથી મોંઘો ખેલાડી હતો. જેમને 24.75 કરોડ મળ્યા હતા. આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં તેના પર ઘણી મોટી બોલી લાગવાની સંભાવના છે. દક્ષિણ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર કગિસો રબાડાને આઈપીએલમાં 117 વિકેટ લીધી છે. તે પણ આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં કોઈ પણ ટીમ માટે પહેલી પસંદ હોય શકે છે.
મોહમ્મદ શમીએ આઈપીએલ 2023માં પર્પલ કેપ જીતી હતી
ભારતીય ટીમના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરમાંથી એક મોહમ્મદ શમીએ આઈપીએલ 2023માં પર્પલ કેપ જીતી હતી. આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં કોઈ પણ ટીમ માટે સરળ વિકલ્પ હોય શકે છે. ન્યૂઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ હાલ પણ T-20 ફોર્મેટમાં શ્રેષ્ઠ બોલરમાંથી એક છે અને આઈપીએલ 2025 ઓક્શનમાં કોઈ પણ ટીમ માટે એક મજબૂત વિકલ્પ બની શકે છે.
અર્શદીપ સિંહ આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં બની શકે છે મોંધો બોલર
ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં સૌથી મોંઘો ફાસ્ટ બોલર બની શકે છે. ડાબા હાથથી આ બોલરે દક્ષિણ આફ્રિકાની સામે સેન્ચુરિયન T-20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું
શાનદાર પ્રદર્શન છતાં પંજાબ કિંગ્સ દ્વારા કરાયો રિલીઝ
આઈપીએલમાં તેના શાનદાર પ્રદર્શન છતાં પંજાબ કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવેલ ડાબા હાથના ફાસ્ટ બોલરે રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે ઓક્શન માટે નોંધણી કરાવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઘણી ફ્રેન્ચાઇઝી તેને સામેલ કરવા માટે બોલી લગાવાની રેસમાં સામેલ હશે. અર્શદીપે IPLમાં 65 મેચ રમીને 76 વિકેટ લીધી છે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલરમાં થશે એન્ટ્રી
આ સિવાય એક એવું નામ પણ છે જે નિઃશંકપણે આ રાઉન્ડમાં પ્રથમ વખત સામેલ થયું છે, પરંતુ ફાસ્ટ બોલરોની વચ્ચે તે એક મોટું નામ છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર એન્ડરસને આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમણે પહેલીવાર આઈપીએલના ઓક્શન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમણે આઈપીએલના મેગા ઓક્શનમાં રૂ. 1.25 કરોડની બેસ પ્રાઈસ સાથે સામેલ થયો છે. જો કે, T20 ક્રિકેટમાં લાંબા વિરામ બાદ આ બોલર પર કઇ ફ્રેન્ચાઇઝી વિશ્વાસ કરે છે, તેથી આ ઓક્શન ખૂબ જ રસપ્રદ બની રહી છે.
Trending Photos