પૈસા તૈયાર રાખજો ! ખુલતા પહેલા IPOએ એકત્ર કર્યા 379 કરોડ, ગ્રે માર્કેટમાં જોરદાર પ્રદર્શન, SBIએ કર્યું છે મોટું રોકાણ
IPO News: કેદારા કેપિટલ દ્વારા રોકાણ કરાયેલ આ કંપનીનો IPO ખુલવા જઈ રહ્યો છે. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 379 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જે એન્કર રોકાણકારોએ આ કંપની પર રોકાણ કર્યું છે તેમાં SBI મ્યુચ્યુઅલ ફંડ, Axis MF, HSBC MF, ITI FM વગેરેનો સમાવેશ થાય છે.
IPO News: કેદારા કેપિટલ દ્વારા આ કંપનીમાં રોકાણ કરવામાં આવ્યું છે, આ કંપની એન્જિનિયરિંગ કંપની છે. જેનો IPO ખુલવા જઈ રહ્યો છે. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 379 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે.
જે એન્કર રોકાણકારોએ આ કંપની પર રોકાણ કર્યું છે, તેમાં SBI મ્યુચ્યુઅલ ફંડ, Axis MF, HSBC MF, ITI FM વગેરેનો સમાવેશ થાય છે. કંપનીએ શેર દીઠ 629 રૂપિયાના દરે 23 એન્કર રોકાણકારો પાસેથી કુલ 379.30 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. કંપનીએ એન્કર રોકાણકારોને કુલ 60.30 લાખ શેર ફાળવ્યા છે.
Ajax એન્જિનિયરિંગનો IPO 10 ફેબ્રુઆરીએ રિટેલ રોકાણકારો માટે ખુલશે. કંપનીનો IPO રિટેલ રોકાણકારો માટે 12 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. કંપનીના IPOનું કદ 1269.35 કરોડ રૂપિયા છે.
કંપનીના IPOનું કદ 2.02 કરોડ રૂપિયા છે. IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ પર આધારિત છે. કંપની 2.02 કરોડ શેર જાહેર કરશે. તમને જણાવી દઈએ કે, આ મેઈનબોર્ડ આઈપીઓ છે. તેથી તેનું લિસ્ટિંગ BSE અને NSE બંને પર થવાનું છે.
કંપનીએ IPO માટે શેર દીઠ 599 રૂપિયાથી 629 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીએ 23 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,467 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે, કંપનીએ પોતાના કર્મચારીઓને એક શેર પર 59 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે.
કંપની આજે એટલે કે શનિવારે અને 08 ફેબ્રુઆરીના રોજ ગ્રે માર્કેટમાં 40 રૂપિયા પ્રતિ શેરના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી હતી. આ GMP 6 ટકાના લિસ્ટિંગ પ્રીમિયમ તરફ નિર્દેશ કરે છે. 5 ફેબ્રુઆરીએ કંપનીનો જીએમપી સૌથી વધુ 58 રૂપિયા પ્રતિ શેર હતો.
(આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
Trending Photos