કેમ જગન્નાથ મંદિરમાં હંમેશા હવાથી વિપરીત દિશામાં ફરકે છે ધજા? વિજ્ઞાન પાસે પણ નથી જવાબ, આજ સુધી નથી ઉકેલાયા આ અનેક રહસ્યો...

Know Amazing Facts About Puri Jagannath Temple: ભારતના ચાર ધામમાંથી એક છે જગન્નાથ પુરી. કહેવાય છે કે અહીં ત્રણેય ધામ બાદ અંતમાં જવું જોઈએ. જેટલું ખુબસુરત જગન્નાથ મંદિર છે એટલું જ રહસ્યમયી પણ છે. આવો જાણીએ મંદિર સાથે જોડાયેલા કેટલાક રહસ્યો...

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. આ એ દિવસ હોય છે જ્યારે જગતના નાથ ઠાઠથી નગરચર્યાએ નિકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે. પુરીનું જગન્નાથ મંદિર વિશ્વ વિખ્યાત છે. જગનના નાથની કૃપા કહો કે ચમત્કાર, પરંતુ આ મંદિરમાં આવો તો વિજ્ઞાનના તમામ નિયમો તમને ફેઈલ થતા જોવા મળશે. આજે વાત કરીશું એવા જ રહસ્યોન, જે આજ સુધી નથી ઉકેલાયા.
 

હવાનો રુખ છે ઉંધો

1/9
image

સમુદ્ર તટ પર દિવસમાં હવા જમીનની તરફ આવે છે અને સાંજે તેનાથી વિપરીત. પરંતુ પુરીમાં હવા દિવસમાં સમુદ્રની તરફ આવે છે અને રાત્રે મંદિર તરફ વહે છે.

 

 

વૈશાખ સુદ નોમ એટલે માતા સીતાનો પ્રાગટ્ય દિવસઃ જાણો જાનકીના જન્મ અને ત્રેતાયુગની જનકપુરીની કહાની

ચક્ર હંમેશા દેખાય છે સીધું

2/9
image

જગન્નાથ મંદિર પર એક સુદર્શન ચક્ર લાગેલું છે. જેને તમે કોઈપણ દિશામાંથી જોશો, તો તે સામે જ નજર આવશે.

 

 

રામભક્ત હનુમાનને કેમ આવ્યો ભગવાન શ્રી રામ પર ગુસ્સો? વાંચો રામાયણની આ રોચક કથા

હવાથી વિપરીત દિશામાં ફરકે છે ધજા

3/9
image

સામાન્ય રીતે મંદિરના શિખર પર લગાવેલી ધજા એ જ તરફ ઉડે છે, જે તરફ પવન આવતો હોય છે. પરંતુ જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગૂ નથી પડતો. આ મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં ફરકે છે. અહીં એવુ કેમ થાય છે, તે આજ સુધી કોઈ નથી જાણી શક્યું.

 

 

કેમ તિલક કર્યા પછી ચોખા પણ લગાવવામાં આવે છે? જાણો તેની પાછળનું મોટું કારણ

રસોઈ બનાવવાની પ્રક્રિયા છે અલગ

4/9
image

મંદિરમાં પ્રસાદ બનાવવા માટે સાત વાસણોને એકબીજાની ઉપર રાખવામાં આવે છે અને પ્રસાદ લાકડા સળગાવીને પકાવવામાં આવે છે. આશ્ચર્ય એવું છે કે, આ પ્રક્રિયામાં સૌથી ઉપરના વાસણનો પ્રસાદ પહેલા પાકે છે.

 

 

કેમ મહાભારતના યુદ્ધમાં નહોતો થઈ શક્યો એક પણ પાંડવનો વધ? જાણો મહાભારતના યુદ્ધમાં પાંડવોની જીતનું સાચું કારણ

મંદિર પર કોઈ પક્ષી નથી ઉડતું

5/9
image

આપણે મોટાભાગના મંદિરનો શિખર પર પક્ષી બેસેલા અને ઉડતા જોઈએ છે. જગન્નાથ મંદિરની આ વાત તમને ચોંકાવી દેશે કે, તેની ઉપરથી કોઈ પક્ષી નથી પસાર થતું.

 

 

કેમ ભગવાન શ્રીરામને આવ્યો મહાદેવ પર ગુસ્સો? રામ અને મહાદેવ બન્ને વચ્ચેના યુદ્ધમાં કોણ જીત્યું? જાણો રોચક કથા

નથી સંભળાતો લહેરોનો અવાજ

6/9
image

મંદિરના સિંહદ્વારમાં પ્રવેશ કરો ત્યારે તમને લહેરોનો અવાજ નથી આવતો. પરંતુ જરાક બહાર આવશો કે તરત જ લહેરોનું સંગીત કાને પડવા લાગે છે.

 

 

કેમ લાલ રંગથી કરવામાં આવે છે તિલક? લાલ રંગ અને હિંદુ ધર્મને શું છે સંબંધ? જાણો રોચક વાતો

ક્યારેય ઓછું નથી પડતું ભોજન

7/9
image

મંદિરમાં ક્યારેય હજારો તો રથયાત્રા જેવા તહેવારોના સમયમાં લાખો લોકો ભોજન કરે છે. પરંતુ ક્યારેય અહીં અન્નની કમી નથી પડતી. દરેક સમયે આખા વર્ષ માટેનો ભંડાર પુરાયેલો જ રહે છે.

 

 

કેમ શ્રીફળથી જ થાય છે શુભ કામના શ્રીગણેશ? કેમ સ્ત્રીઓ નથી વધેરી સકતી શ્રીફળ? કારણ જાણીને નવાઈ લાગશે

નથી દેખાતો ગુંબજનો પડછાયો

8/9
image

સૌથી અજાયબી ભરી વાત એ છે કે, આ મંદિરના ગુંબજનો પડછાયો જમીન પર નથી પડતો. જે જોઈને ભક્તો ખૂબ જ આશ્ચર્ય અનુભવે છે.

 

 

Rathyatra 2021: કેમ છપ્પન ભોગ છોડી સૌથી પહેલાં જગન્નાથ આરોગે છે ખીચડી? જાણો માની મમતા સાથે જોડાયેલી કહાની

જગન્નાથના દર્શનથી મનોકામના થાય છે પૂર્ણ

9/9
image

ઓડિશાનું જગન્નાથપુરી મંદિરએ દેશભરમાં હિંદુઓની આસ્થાનું એક મોટું પ્રતિક છે. પુરીના જગન્નાથ મંદિરનું એવું સત છેકે, ત્યાં સાચા મનથી ભગવાન જગન્નાથના દર્શન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.

 

 

રથયાત્રા નીકળતા પહેલાં કેમ CM સોનાની સાવરણીથી સાફ કરે છે રસ્તો? જાણો કેમ મોદીને સૌથી વધુ વાર મળી જગન્નાથના પ્રથમ સેવક બનવાની તક