Jaguar એ ભારતમાં લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી દમદાર Land Rover, જાણો આ કારના શાનદાર ફીચર્સ વિશે

જગુઆર લેન્ડ રોવરે (Jaguar Land Rover) અત્યાર સુધીની પોતાની સૌથી દમદાર લેન્ડ રોવર લોન્ચ કરી. કંપનીએ પોતાની Defender 90 SUVને ભારતીય બજારમાં લોન્ચ કરી છે. ભારતમાં ડિફેન્ડર 90નું વેચાણ શરૂ થઈ ગયું છે. આ કારની કિંમત 76.57 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કારમાં શું છે ખાસ, આવો જાણીએ.

જગુઆર લેન્ડ રોવરના પ્રમુખ અને પ્રબંધ નિદેશક રોહિત સુરીએ કહ્યું કે ડિફેન્ડર 110ની માગ દિવસેને દિવસે વધી રહી છે. ડિફેન્ડર 90ના લોન્ચથી ડિફેન્ડર અને લેન્ડ રોવર બ્રાંડનું આકર્ષણ વધશે. અમે લેન્ડ રોવરની ડિઝાઈનની શાનદાર મિસાલ બાદ ડિફેન્ડર 90ને રજૂ કરી ખુબ ખુશ છીએ. આ અત્યાર સુધીની સૌથી મજબુત અને સૌથી સક્ષમ લેન્ડ રોવર છે. આ કાર ઉબડ-ખાબડ રસ્તાઓ પર સુવિધાજનક અને આરામથી ચાલતી કાર છે. આ કાર જબરદસ્ત પર્ફોર્મન્સ તો આપશે જ, જો કે તેની સાથે નવા જમાનાની કનેક્ટિવિટીથી પોતાને જોડશે.

એન્જીન અને પાવર

1/5
image

ડિફેન્ડર 90 SUVમાં 3 પાવર ટ્રેન વિકલ્પમાં ઉપલબ્ધ છે. 2.0 લીટર પેટ્રોલ એન્જીન 296 BHPનો પાવર અને 400 NM ટોર્ક જનરેટ કરે છે. જ્યારે 3.0 લીટર એન્જીન 394 BHPનો પાવર અને 550 NM ટોર્ક જનરેટ કરે છે. અને 3.0 લીટર ડીઝલ એન્જીન 296 BHPનો પાવર અને 650 NM ટોર્ક જનરેટ કરે છે.

શાનદાર ફીચર્સ

2/5
image

ઈનોવેટિવ ફ્રંટ સેન્ટ્રલ જંપ સીટને કારણે ડિફેન્ડર 90માં ગ્રાહકોને 6 સીટની સ્પેસ આપવામાં આવી છે. આમાં 21મી સદીની ટેક્નોલોજીઝને અપનાવાઈ છે. લેન્ડ રોવરના પીવીમાં ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ સાથે સહજ ઈન્ટરફેસ અને હંમેશા રિસ્પોન્સ આપવા માટે પોતાની બેકઅપ બેટરી પણ આપવામાં આવી છે. એડવાંસ-સોફ્ટવેર ઓવર ધી એર અપડેટ્સ પણ સુનિશ્ચિત કરે છે. કે ગ્રાહક દર સમયે લેટેસ્ટ સોફ્ટવેરનો ફાયદો લઈ શકે, ભલે પછી એ દુનિયામાં ક્યાંય પણ હોય.

પાણીમાં ડ્રાઈવિંગ

3/5
image

ડિફેન્ડર 90નો કોન્ફિગરેબલ ટેરેન રેસ્પોન્સ કોઈ પણ ઉબડ-ખાબડ અને કાચા રસ્તા પર ચાલવા માટે કારના સેટઅપને ઠીક કરવાની ડ્રાઈવરને પરમિશન આપે છે. આ પ્રકારનું ફીચર પહેલા ક્યારેય આપવામાં નથી આવ્યું. ટેરેન રેસ્પોન્સ 2 સિસ્ટમમાં નવો વેડ પ્રોગ્રામ પણ સામેલ છે. જે પાણીમાં ડ્રાઈવિંગ કરતા સમયે સમગ્ર વ્હીકલ સિસ્ટમને તેના અનુકૂળ બનાવવા માટે જબરદસ્ત સહયોગ આપે છે.

SUV અનેક મોડલમાં ઉબલબ્ધ

4/5
image

નવી ડિફેન્ડર 90 અનેક મોડલમાં ઉપલબ્ધ છે. જેમાં ડિફેન્ડર, એક્સ-ડાયનામિક અને ડિફેન્ડર એક્સ સામેલ છે. આ સિવાય ડિફેન્ડર અને એક્સ-ડાયનામિક એસ, એસઈ અને એચએસઈ સ્પેસિફિકેશન પેક્સ સાથે આવે છે. પહેલા લોન્ચ કરેલી લેન્ડ રોવર કારની સરખામણીએ ગ્રાહક ડિફેન્ડરને વધુ સારી રીતે પર્સનાલિટીને અનુકૂળ બનાવવામાં સક્ષમ હશે. આ માટે 4 એક્સેસરી પેક, ધી એક્સપ્લોરર, એડવેન્ચર, કંટ્રી અને અર્બન પેક આપવામાં આવે છે. જે દરેક ડિફેન્ડરને વિશેષ રૂપથી સિલેક્ટ કરવામાં આવેલી એન્હેન્સમેન્ટની રેંજ સાથે એક અલગ અને સ્પેશિયલ કાર બનાવે છે.

ભારતમાં લેન્ડ રોવરના ઉત્પાદનો પોર્ટફોલિયો

5/5
image

ભારતમાં લેન્ડ રોવર રેંજાં અનેક મોડલ મળે છે. આમાં રેંજ રોવર ઈવોક(64.12 લાખથી શરૂ), ડિસ્કવરી સ્પોર્ટ(65.30 લાખથી શરૂ), રેંજ રોવર વેલાર(79.87 લાખથી શરૂ), ડિફેન્ડર 110(83.38 લાખથી શરૂ), રેંજ રોવર સ્પોર્ટ(91.27 લાખથી શરૂ) સામેલ છે.