Jaideep Ahlawat: પાતાલ લોક જ નહીં... ફાડૂ છે જયદીપ અહલાવતની આ ફિલ્મો અને સીરીઝ, એકવાર શરુ કરો પછી અધુરી મુકવી મુશ્કેલ
Jaideep Ahlawat 5 Best Movies: પોતાના ફિલ્મી કરિયરમાં અનેક હિટ ફિલ્મો અને શાનદાર વેબ સીરીઝ કરી હોય તેવા કલાકારોમાંથી એક છે જયદીપ અહલાવત. 45 વર્ષીય જયદીપ અહલાવતે 17 વર્ષના ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કર્યું છે. તાજેતરમાં આવેલી પાતાલ લોક સીરીઝ પછી તો તેમની ચર્ચા જોરશોરથી થાય છે.
જયદીપ અહલાવત
જયદીપ અહલાવતની પાતાલ લોક વેબ સીરીઝ તમને પસંદ પડી હોય તો તમારે જયદીપ અહલાવતની આ ફિલ્મો અને વેબ સીરીઝ પણ જોવી જોઈએ. જયદીપ અહલાવતનું કામ જોઈને તમે પણ તેના ફેન થઈ જશો.
થ્રી ઓફ અસ
2022 માં આવેલી થ્રી ઓફ અસ ફિલ્મ શાનદાર ફિલ્મ છે. જેમાં જયદીપ અહલાવતે અદ્ભુત કામ કર્યું છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકાય છે.
જાને જાના
નેટફ્લિક્સ પર 2023 માં આવી હતી ક્રાઈમ થ્રિલર ફિલ્મ જાને જાના. જેમાં જયદીપ અહલાવત સાથે કરીના કપૂર ખાન અને વિજય વર્માએ કામ કર્યું છે.
મહારાજ
2024 માં નેટફ્લિક્સ પર મહારાજ ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં આમિર ખાનના દીકરા જુનૈદ ખાને ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં જયદીપ અહલાવતે જાદુનાથ મહારાજનું પાત્ર ભજવ્યું હતું.
રાઝી
2018 માં રિલીઝ થયેલી ફિલ્મ રાઝી બોક્સ ઓફિસ પર હીટ રહી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ જ નહીં જયદીપ અહલાવતે પણ શાનદાર કામ કર્યું છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર ઉપલબ્ધ છે.
ધ બ્રોકન ન્યુઝ
ધ બ્રોકન ન્યુઝ વેબ સીરીઝ ઝી5 પર જોવા મળશે. આ વેબ સીરીઝને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
Trending Photos