Janmashtami 2022: ભગવત ગીતાના આ 10 ઉપદેશમાં છુપાયેલું છે સુખી જીવનનું રહસ્ય, શું તમે જાણો છો?

Bhagavad Gita Updesh: દેશના મોટાભાગમાં જન્માષ્ટમીનો તહેવાર (Krishna Janmashtami 2022) આજે (19 ઓગસ્ટ) ના ઉજવવામાં આવી રહી છે એટલે કે આજે રાત્રે 12 વાગે કનૈયાનો જન્મ થશે અને દેશ વિદેશ વસ્તા ભક્તો જન્મોત્સવમાં ભાગ લેશે. સનાતન સંસ્કૃતિમાં કૃષ્ણનું અદ્રિતિય સ્થાન છે. તે સુર-અસુર, દેવ-દાવન તમામ તમામનો ઉદ્ધાર કરનાર છે. કૃષ્ણ તે સત્ય છે, જેના સ્મરણ માત્રથી તમામ શોક દૂર થઇ જાય છે. ભગવાને સ્વયં વચન આપ્યું છે. તે પોતાના ભક્તોનો ઉદ્ધાર કરતા રહે છે. તો આપણે સૌથી પહેલાં 'ભગવત ગીતા'ને યાદ કરીએ છીએ, જેના મૂલ્યો અને વિશ્વાસો માતે તેની વ્યાપક માન્યતા છે. જન્માષ્ટમીના અવસર પર અમે તમને ભગવત ગીતાના કેટલાક ઉપદેશ જણાવીશું. જે તમારા જીવનના મૂલ્ય સમજવા અને દરરોજ પ્રેરિત કરવામાં મદદ કરશે. 
 

1/10
image

જે લોકો ફક્ત કર્મના ફળની ઇચ્છાથી પ્રેરિત થાય અછે તે દુખી થાય છે, કારણ કે તે જે કરે છે તેના પરિણામ વિશે સતત ચિંતિત રહે છે. ભગવદ ગીતામાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યને હંમેશા પોતાના કર્મ કરતા રહેવું જોઇએ. 

2/10
image

નિ:સ્વાર્થ સેવાથી તમે સદૈવ ફળદાયી રહેશે અને તમારી મનોકામનાઓ પૂરી થઇ શકશે. ભગવત ગીતામાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યને નિ:સ્વાર્થ રૂપથી સેવા કરવી જોઇએ. તેનાથી તમામ મનોકામનાની પૂર્તિ થશે. 

3/10
image

ભગવત ગીતામાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યને હંમેશા સકારાત્મક વિચારધારા રાખવી જોઇએ. તેનાથી તમે ક્યારેય નિરાશ થશો નહી અને મુશ્કેલીના સમયે શાંત મગજથી દરેક સમસ્યાઓનું સમાધાન કાઢી શકશો. 

4/10
image

ભગવત ગીતામાં જણાવવામાં આવ્યું છે કે કામ, ક્રોધ અને લોભ ત્રણ પ્રકારના નરકના દ્વાર છે, જે મનુષ્ય તેને અપનાવે છે તેનો નાશ થાય છે. એટલા માટે મનુષ્યને હંમેશા કામ, ક્રોધ અને લોભથી દૂર રહેવું જોઇએ. 

5/10
image

ભગવત ગીતાના અનુસાર જે મનુષ્યની દિનચર્યા અને ખાનપાન સંતુલિત છે અને જે અનુશાસનમાં રહે છે. એવા લોકો દુખો અને રોગોથી દૂર રહે છે. એટલા માટે સારા સ્વાસ્થ્ય માટે ફક્ત સાત્વિક વસ્તુઓ ખાવી જોઇએ. 

6/10
image

ભગવત ગીતામાં કહેવામાં આવ્યું છે કે જો જે મનુષ્યની અંદર જિજ્ઞાસા છે, તેને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કોઇ જાણકાર વ્યક્તિને પૂછશો નહી, ત્યાં સુધી તે કંઇ કહેશે નહી. શાસ્ત્રોમાં લખેલી વાતો, ગુરૂની વાતો અને પોતાના અનુભવોનો તાલમેલ બનાવશો ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકશો. 

7/10
image

ભગવત ગીતાના અનુસાર મનુષ્યને હંમેશા પોતાની પસંદ અને સ્વભાવને ધ્યાનમાં રાખીને કામની પસંદગી કરવી જોઇએ. એટલા માટે તમે હંમેશા તે કામ કરો, જેમાં તમને ખુશી મળે છે. આ સાથે જ આ વાતનું ધ્યાન રાખો કે જે કામ હાથમાં લીધું છે, તેને જરૂર પુરૂ કરો અને પોતાનું કોઇ કામ અધુરૂ છોડશો નહી. 

8/10
image

ભગવત ગીતામાં કહેવામાં આવ્યું હતું કે ચિંતા કરવાથી જ દુખનો જન્મ થાય છે. એટલા માટે મનુષ્યને ચિંતાને છોડીને કર્મ પર ધ્યાન આપવું જોઇએ. જે મનુષ્ય આ ચિંતાને છોડી દે છે તે તમામ સુખ, શાંતિ અને અવગુણોથી મુક્ત થઇ જાય છે. 

9/10
image

ભગવત ગીતાના અનુસાર મનુષ્યને હંમેશા આત્મ મંથન અવશ્ય કરવું જોઇએ. જેથી તે સાચા અને ખોટાની ઓળખ કરી સાચા માર્ગને પસંદ કરી શકે. એક મનુષ્યને પોતાના વધુ કોઇ જાણતું નથી અને પોતાનાથી સારું કોઇ જ્ઞાન આપી શકતું નથી. એટલા માટે સમયાંતરે તમારું આંકલન કરવું જોઇએ. 

10/10
image

ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે મનુષ્ય પોતાની સંપૂર્ણ ઇંદ્રીઓને પોતાના વશમાં રાખવા જોઇએ, કારણ કે જે વ્યક્તિની ઇંદ્રીઓ તેના વશમાં હોય છે, તેની બુદ્ધિ પણ સ્થિર હોય છે. એટલે કે જે વ્યક્તિની ઇન્દ્રીઓ જીભ, ત્વચા, આંખ, નાક અને કાન પર કાબૂ કરી લીધો, તે તમામ સાંસારિક સુખોને ભોગવી શકે છે.