ICC દર મહિને જય શાહને કેટલો આપશે પગાર? જાણો કેટલા કરોડની સંપત્તિના છે તેઓ માલિક
જય શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે. તેઓ આઈસીસીના નવા ચેરમેન બનશે. ડિસેમ્બરથી કાર્યભાર સંભાળશે. જય શાહ આ અગાઉ બીસીસીઆઈના મોટા પદ પર હતા. હવે જાણો આઈસીસી જય શાહને કેટલો પગાર આપશે.
અમિત શાહના પુત્ર જય શાહ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના તેઓ નિર્વિરોધ રીતે ચેરમેન ચૂંટાઈ આવ્યા છે. જાણો જય શાહની કુલ સંપત્તિ કેટલી છે.
ICC चेयरमैन बने जय शाह
જય શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે. તેઓ આઈસીસીના ચેરમેન તરીકે હવે કાર્યભાર સંભાળશે. તેઓ 27 ઓગસ્ટના રોજ નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા. તેઓ આઈસીસીના સૌથી યુવા ચેરમેન બનશે. તેમની ઉંમર 35 વર્ષ છે. તેઓ 1 ડિસેમ્બર 2024ના રોજ આઈસીસીના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જય શાહની કુલ સંપત્તિ 125 કરોડથી 150 કરોડ વચ્ચે છે. કુસુમ ફિનસર્વ નામની કંપનીમાં જય શાહની લગભગ 60% ભાગીદારી છે. આ અગાઉ તેઓ ટેમ્પલ એન્ટરપ્રાઈઝના ડાયરેક્ટર પણ હતા. પરંતુ આ કંપની વર્ષ 2016માં બંધ થઈ ગઈ. અત્રે જણાવવાનું કે જય શાહે નિરમા યુનિવર્સિટીથી B.Tech કર્યું છે.
મીડિયા રિપોર્ટસનું માનીએ તો જે રીતે બીસીસીઆઈ તરફથી 'માનદ' પદો પર કામ કરનારા અધિકારીઓને કોઈ પગાર નથી મળતો પરંતુ તેમને કામગીરી બદલ ભથ્થા અને ખર્ચા આપવામાં આવે છે. બરાબર એ જ રીતે આઈસીસીમાં પણ 'માન'દ પદો પર બિરાજમાન લોકોને કોઈ ફિક્સ પગાર હોતો નથી. પરંતુ તેમને મુસાફરી, મીટિંગ વગેરે માટે ભથ્થા અને ખર્ચા આપવામાં આવે છે.
જો કે આઈસીસી તરફથી આજ સુધી એ નથી જણાવવામાં આવ્યું કે તેઓ પોતાના અધિકારીઓને મુસાફરી, મીટિંગ કે અન્ય સુવિધા માટે કેટલા રૂપિયા આપે છે.
નોંધનીય છે કે જય શાહ 5માં એવા ભારતીય છે જેઓ આઈસીસીના ચેરમેન બનશે. આ અગાઉ જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર પણ આઈસીસીના ચેરમેન રહી ચૂક્યા છે.
Trending Photos