Photos : 20 વર્ષ પહેલા ભારતીય સેનાએ આ સ્થળે દુશ્મનોને ધૂળ ચાટતા કર્યા હતા
અમદાવાદ :કારગિલ વિજયના 20 વર્ષની સીરિઝમાં આજે અમે તમે એવી જગ્યાના રિપોર્ટસ બતાવવા જઈ રહ્યાં છે, જે જગ્યાઓ પર આ યુદ્ધમાં પોતાના અદમ્ય સાહસ અને જાંબાજીની દમ પર દુશ્મનના છક્કા છોડાવનારા દેશના અનેક વીર સપૂતોની કથાઓ અંકિત છે. જમીનથી 14 હજાર ફીટની ઊંચાઈ પર બનેલ એક પોસ્ટ, દ્રાસ સેક્ટરની મુશ્કો ઘાટીમાંથી પસાર થયો પથરીલો, ખતરનાક, પહાડી રસ્તો જ્યાં સીધો જાય છે, ભારતીય સેનાની એ પોસ્ટ આવેલી છે.
પહાડ અને ખતરનાક રસ્તામાંથી પસાર થાય છે રસ્તો
મુશ્કો ઘાટીમાંથી પાસર થતા પથરીલો, ખતરનાક પહાડી રસ્તામાંથી સાંજે અંદાજે 6 વાગ્યે અમારી ટીમ સેંડો ટોપ પર પહોંચી. ઉપર અંદાજે 14 હજાર ફીટની ઊંચાઈ પર હજી પણ સૂર્યની રોશની પર્યાપ્ત હતી, જેમાં આસપાસની પહાડીઓ અને ઘાટીઓને સ્પષ્ટ જોઈ શકાય છે. આ સેંડો પોસ્ટ પર આર્મીના જવાનો સાથે વાતચીત કરતા નજર સામે બરફની ચાદરથી ઢંકાયેલી એક પહાડી પર પડી. નામ એનું ટાઈગર હિલ.
1999ની લડાઈ અને કારિગલ હિલ
આ ટાઈગર હિલનું નામ તમે અનેકવાર સાંભળ્યું હશે. મીડિયા રિપોર્ટસમાં, ટીવી પર, ફિલ્મોમાં... આ એ જ ટાઈગર હિલ છે, જેના પર 1999ની કારગિલની લડાઈ દરમિયાન પાકિસ્તાને ભારત સાથે વાયદા વિરોધી કરી. ખોટી રીતે તેના પર પોતાનો કબજો લીધો. યુદ્ધ રણનીતિના હેતુથી ટાઈગર હિલની આ પોસ્ટ બહુજ મહત્વની અને બહુ જ આક્રમક પોસ્ટ હતી. કારણ કે, આસપાસની પહાડીઓમાં સૌથી ઊંચી હોવાને કારણે દુશ્મનની સેનાને અહીં આપણો સમગ્ર દ્રાસ સેક્ટર અને નેશનલ હાઈવે 1 alfa સ્પષ્ટ દેખાતો હતો.
આ પોઈન્ટથી પાકિસ્તાની સેના કરતી હતી હુમલો
પાકિસ્તાની ફૌજ આ પોઈન્ટથી સતત હુમલા કરીને ભારતને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી હતી. તેમનો હેતુ દ્રાસ સેક્ટરના રહેવાસી અને અહીં બનેલા મિલીટ્રી એસ્ટાબ્લિશમેન્ટને નુકશાન પહોંચાડવાનો હતો. ભારતીય આર્મી માટે ચેલેન્જ એ હતી કે, તે સામેની પહાડી સુધી પહોંચવા માટે જ્યારે પણ એડવાન્સ કરવાના પ્રયાસો કરતા હતા, પહાડી પર બેસેલ દુશ્મન તેને જોઈ લેતો અને આપણા જવાન પર ફાયરિંગ કરવામાં આવતા હતા.
દુર્ગમ રસ્તાઓમાં હાર ન માની
પાકિસ્તાન તરથી ભલે કેટલા પણ હુમલા કરવામાં આવ્યા હોય, પણ ઈતિહાસ સાક્ષીએ છે કે, ભારતીય સેના ક્યારેય પણ તેમની આગળ ઘૂંટણીએ પડી નથી. ઈંટનો જવાબ પત્થરથી આપ્યો છે. એક નવી રણનીતિ બનાવીને ભારતીય આર્મીની ટુકડીએ ટાઈગર હિલની પાછળના રસ્તાથી રાતોરાત ચઢવાનું શરૂ કર્યું. જોકે, ઉપર દુશ્મન સુધી પહોંચવા માટેનો આ રસ્તો સૌથી વધુ અઘરો હતો. કારણ કે, તે બરફતી ઢંકાયેલો હતો. પરંતુ ભારતીય સેનાના જવાનોના જુસ્સાએ આ દુર્ગમ રસ્તાઓ પર હાર ન માની. અને આખરે ભારતીય સેનાએ ટાઈગર હિલ પર પહોંચીને દુશ્મનોને ત્યાંથી મારીને ભગાડ્યા અને દેશો ત્રિરંગો ફરીથી લહેરાવ્યો.
સૂર્ય અસ્ત થતા જ તાપમાન ઘટી જતું
જે સેંડો પોસ્ટ પર હાલ અમે હાજર છીએ, બસ તેની સામે જ ટાઈગર હિલની આ પહાડી કંઈક અલગ લાગે છે. રાતના અંદાજે સાડા આઠ વાગી ચૂક્યા હતા, સૂર્યના અસ્ત થતા જ અહીંનુ તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી થઈ ચૂક્યું હતું. એટલે કે, જ્યારે મેદાની વિસ્તારમાં જબરદસ્ત ગરમી હતી, ત્યાં અહીંનુ તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી થઈ જતું. તો વિચાર કરો કે, ઠંડીમાં શુ હાલત થતી હશે. તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
ઠંડીમાં કેવી પરિસ્થિતિ હોય છે
અહીં તૈનાત જવાનો જણાવે છે કે, દિવસ અને રાત્રે અંદાજે ચારથી પાંચ ફીટ બરફ અહીં જામેલો રહે છે. પરંતુ રાત તો કંઈક અલગ જ હોય છે. સાંજ ઢળતા જ ભારતીય જવાનોની ટીમ અહીં નાઈટ પેટ્રોલિંગ શરૂ કરી દે છે. આ પેટ્રોલિંગ આખી રાત ચાલે છે. આ જવાનોના ચહેરા પર જરા પણ થાક નથી.
Trending Photos