જો તમારા ઘરમાં આ 5 ડિવાઈસ હશે, તો હોસ્પિટલના ચક્કર નહીં કાપવા પડે
દેશમાં વૈશ્વિક મહામારી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવામાં ઘરોમાંથી બહાર નીકળવું જોખમભર્યું છે. આથી આજે અમે તમને કેટલાક મેડિકલ ડિવાઈસ અંગે જણાવીશું જે તમારે ઘરમાં રાખીને પોતાનું તથા પરિવારના સ્વાસ્થ્યનું સતત ધ્યાન રાખવાનું છે.
ઓટોમેટિક ઈલેક્ટ્રોનિક બ્લડ પ્રેશર મોનિટર
પહેલા બીપી ચેક કરવા માટે અઠવાડિયામાં એકવાર ઘર બહાર ડોક્ટર પાસે જવું જ પડતું હતું. જ્યારે હવે તમે ઘરમાં રહીને તમારું તથા પરિવારજનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. જો તમારા પરિવારના કોઈ સભ્ય હાઈ બ્લડ પ્રેશર કે લો પ્રેશરથી પરેશાન હોય તો તમે ઓટોમેટિક બ્લડ પ્રેશર મોનિટર ખરીદીને ઘરે જ બીપીની તપાસ કરી શકો છો.
ઓક્સિમીટર
કોરોનાકાળમાં ઓક્સિમીટર તમારા સ્વાસ્થ્યનો સાચો સાથી બની શકે છે. કારણ કે તે તમારા બ્લડમાં રહેલા ઓક્સિજનની જાણકારી ગણતરીની પળોમાં મેળવી લે છે. તેનાથી સરળતાથી ઓક્સિજન લેવલની જાણકારી મેળવી શકો છો. આ રીતે તમે ઘરે બેઠા તમારું તથા તમારા પરિવારનું ઓક્સિજન લેવલ જાણી શકો છો.
ગ્લુકોમીટર
સુગરના દર્દીઓ માટે ગ્લુકોમીટર કોઈ વરદાનથી કમ નથી. કારણ કે આ મશીનથી બ્લડમાં રહેલ ગ્લુકોઝની માત્રા સરળતાથી જાણી શકાય છે. કોઈ ડોક્ટરની સલાહ પર તમે ગ્લુકોમીટર ખરીદી શકો છો.
કોન્ટેક્ટલેસ ઈન્ફ્રારેડ થર્મોમીટર
કોવિડ-19 દરમિયાન તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો ત્યાં રહેલા નર્સ કે ડોક્ટર સૌથી પહેલા કોન્ટેક્ટલેસ ઈન્ફ્રારેડ થર્મોમીટરની મદદથી બોડી ટેમ્પરેચર ચેક કરે છે. આ એક જરૂરી ઉપકરણ છે. જેનો ઉપયોગ ઘરમાં પણ થઈ શકે છે. તમે ડોક્ટરની સલાહ લઈને તેનો ઉપયોગ કરી શકો છો.
ઈસીજી મોનિટર
ECG માટે હવે તમારે ઘરની બહાર નીકળવાની જરૂર નથી. કારણ કે પોર્ટેબલ ECG મોનિટરના માધ્યમથી ઘરે જ તમે ECG રિપોર્ટ કાઢી શકો છો. આ ડિવાઈઝ ઓનલાઈન પણ ખરીદી શકાય છે. તે ઉપરાંત આજકાલ સ્માર્ટવોચમાં પણ ઈસીજી સપોર્ટ મળી રહે છે.
Trending Photos