આવું હશે ગુજરાતમાં ભવિષ્ય! બાળકના હાથમાં કોણે આપ્યો દારૂ, વીડિયોએ ખોલી બુટલેગરની પોલ

Gujarat Liquor Ban : ખેડામાં દારૂનું વેચાણ કરતાં બૂટલેગરો બન્યા બેફામ.... બાળક દ્વારા દારૂ વેચવાનો વીડિયો થયો વાયરલ.... ગળતેશ્વરના બડેવીયા ગામનો વીડિયો હોવાનું અનુમાન....

1/5
image

ખેડામાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો બેફામ બન્યા છે. ખેડામાં હવે તો બાળકો પણ દારૂના ધંધે ચડ્યાં છે. બાળક દ્વારા દારૂ વેચવાનો વીડિયો વાયરલ થયો છે. દારૂડિયા ગ્રાહકને બાળક દારૂ આપવા પહોંચ્યો હતો. ગળતેશ્વરના બડેવીયા ગામનો વીડિયો હોવાનું અનુમાન છે. 

2/5
image

ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે દારૂબંધીના લીરેલીરા ઉડાવતો આ વીડિયો સામે આવ્યો છે. દારૂ વેચતા બાળકનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. ઈન્દોર અમદાવાદ હાઈવે પર આવેલ ગળતેશ્વર તાલુકાના બડેવીયા ગામનો વીડિયો હોવાની ચર્ચા છે. વીડિયોમાં રૂપિયા લઈ બાળક દારૂની બોટલ આપતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ દ્રશ્ય ગુજરાતની કથિત દારૂબંધી વિશે ઘણું કહી જાય છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

3/5
image

તો બીજી તરફ, મોડાસાના ગાજણ ટોલબુથ પાસે SMC એ મોટી કાર્યવાહી કરી દારૂ ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઘઉંના લોટની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. શામળાજી તરફથી આવતી ટ્રકની તલાસી લેતા, ટ્રકમાં ઘઉંના લોટની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. SMC એ દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી બે આરોપીઓની ધરપકડ થઈ છે અને પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. SMC ટ્રકમાં ઘઉંના લોટની વચ્ચે છુપાયેલા 10,35,600ના દારૂ સહિત કુલ 32,62,080 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.

4/5
image

સુરતના સરોલી વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સે દરોડા પાડીને મિની બિયર બાર ઝડપી પાડ્યો છે. જેમાં 10 લોકો દારૂની મેહફિલ માણતા ઝડપાયા છે. આ કેસમાં 7 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે. કુલ 5 લાખ 12 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કેસમાં સ્થાનિક સારોલી પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. થોડા દિવસ અગાઉ પણ વિજિલન્સની ટીમે રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 

5/5
image