કિંગ ઓફ સાળંગપુરમાં દેશભક્તિ છલકાઈ, દેશ પ્રેમનાં રંગે રંગાયુ દાદાનું સાળંગપુર ધામ

Salangpur Hanuman રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને સ્વાંતત્ર્ય પર્વ નિમિત્તે તિરંગાનો તેમજ ફૂલોથી રાષ્ટ્ર ધ્વજનો દિવ્ય શણગાર કરાયો છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના તિરંગાના દિવ્ય શણગાર અને આરતીના કર્યા દર્શન

1/10
image

શ્રદ્ધાનુ બીજુ નામ એટલે કિંગ ઓફ સાળંગપુર. વિશ્વમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે મંગળવાર અને ૧૫ મીઓગષ્ટ સ્વાંતત્ર્ય પર્વ નિમિત્તે હનુમાનજી દાદાને તિરંગાનો શણગાર કરીને દાદાની મૂર્તિને ફૂલોથી રાષ્ટ્ર ધ્વજનો આકારનો દિવ્ય શણગાર કરાયો છે. અહીં આજે સ્વાંતત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને ઉમટયા છે અને દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી  

2/10
image

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. અહિ મંદિર દ્વારા વાર તહેવારે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. હનુમાનજી દાદાને દરરોજ અલગ અલગ વાઘાઓ તેમજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે ત્યારે દરરોજ મોટી સંખ્યામાં હરિભક્તો દાદાના દર્શન કરવાઆવે છે. આજે ૧૫મીઓગષ્ટઅને સ્વાંતત્ર્ય પર્વ અને મંગળવાર ના રોજ શ્રીકષ્ટભંજનદેવને તિરંગાનો શણગાર તેમજ દાદાની મૂર્તિને ફુલોથી રાષ્ટ્ર ધ્વજનો દિવ્ય શણગાર કરવામાં આવેલ છે.

3/10
image

મંદિર પ્રશાસન દ્વારા સવારે 05: 30 કલાકે મંગળા આરતી તેમજ સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ આજે મંગળવાર દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વહેલી સવારથી હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી ભક્તો હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને સાળંગપુર ધામ દેશ ભક્તિના રંગે રંગાયુ હતું.

4/10
image

કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી મુંબઈથી દર્શને આવેલા દિવ્યાબેને જણાવ્યું હતું કે, અમો વહેલી સવારથી સાળંગપુર હનુમાનજી દાદાના દર્શને આવ્યા છીએ. આજે ૧૫મી ઓગષ્ટ છે તેમજ મંગળવાર છે, એટલે સવારના દાદાની આરતી તેમજ દાદાને તિરંગાનો શણગાર તેમજ ફુલોથી રાષ્ટ્ર ધ્વજ બનાવ્યો છે, જે દર્શન કરવાનો અમને અનેરો લાવો મળ્યો છે તેમજ જેથી ધન્યતા અનુભવી.  તેમજ તમામના દાદા કષ્ટ દૂર કરે તેવી પાર્થના કરીએ છીએ તેમ મુંબઈથી દાદાના દર્શનેઆવેલા દિવ્યાબેને જણાવ્યું હતું

 

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image