Kitchen Tips: મરચાં સમારતા પહેલા હાથ પર લગાડી લો આ વસ્તુ, કિલો મરચાં કાપશો તો પણ હાથમાં નહીં થાય બળતરા
Kitchen Tips: દરેક ઘરમાં રસોઈ બને છે ત્યારે વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા કોઈ મસાલામાં તો સમસ્યા નથી થતી પરંતુ જ્યારે મરચા સમારવાનું થાય છે ત્યારે હાથમાં ઘણી વખત બળતરા થયા કરે છે. જો મરચાં તીખા હોય તો તેની બળતરા હાથમાંથી ઝડપથી જતી નથી. તેમાં પણ મરચું સમાર્યા પછી હાથ આંખ કે હોઠ પર અડી જાય તો વધારે બળતરા થાય છે. આજે તમને હાથમાંથી મરચાની બળતરા કેવી રીતે દૂર કરવી તેના સરળ ઉપાય જણાવીએ.
ઠંડુ તેલ
લીલા મરચા સમાર્યા પછી જો હાથમાં બળતરા થતી હોય તો હાથમાં ઠંડુ તેલ લગાડવું. તેલ લગાડીને સારી રીતે મસાજ કરો. થોડી જ મિનિટોમાં બળતરા દૂર થઈ જશે અને ઠંડક મળશે.
દહીં
દહીં પણ બળતરા ને દૂર કરવામાં મદદ કરે છે. જો તીખા મરચા સમારવાથી ત્વચા પર બળતરા થતી હોય તો હાથ પર થોડી વાર દહીં લગાડી લેવું. પાંચ મિનિટમાં જ મરચાની બળતરા દૂર થઈ જશે.
ગ્લવ્ઝ પહેરો
જો તમને ખબર છે કે મરચાં તીખા છે તો પછી તેને સમારતી વખતે થોડી સાવધાની રાખવી શક્ય હોય તો હાથમાં ગ્લવ્ઝ પહેરીને મરચા સુધારવાનું રાખો.
એલોવેરા જેલ
ત્વચા પર થતી બળતરા દૂર કરી ત્વચાને ઠંડક આપવાનું કામ એલોવેરા જેલ પણ કરે છે. તમે એલોવેરા જેલની મદદથી બળતરા ને દૂર કરી શકો છો.
ઓલિવ ઓઈલ
જ્યારે પણ મરચા સમારવાના હોય તો તે પહેલા જ હાથમાં ઓઇલ લગાડો. તમે ચાકુ પર પણ તેલ લગાડી શકો છો તેનાથી નાક કે આંખમાં મરચાંની તીખાશ નડશે નહીં. હાથમાં પણ બળતરા નહીં થાય.
Trending Photos