Relationship Tips: છોકરા શા માટે પોતાના અફેરની વાત છોકરીથી છુપાવે છે ? આ રહ્યા 3 કારણ
Relationship Tips: જ્યારે કોઈ વ્યક્તિનું પહેલા બ્રેકઅપ થયું હોય અને પછી તે અન્ય કોઈ સાથે સંબંધની શરુઆત કરે અથવા તો તેના લગ્ન થવાના હોય તો તેના મનમાં પ્રશ્ન હોય કે શું તેના પાર્ટનરને પાસ્ટ રિલેશનશીપ વિશે જણાવવું જોઈએ કે નહીં? ઘણા લોકો પાસ્ટ વિશે વાત કરે છે તો કેટલાક લોકો વાત છુપાવે છે. ખાસ કરીને જ્યારે છોકરાઓ છોકરીઓથી પોતાના અફેર વિશે છુપાવે છે ત્યારે તેઓ આ 3 કારણને ધ્યાનમાં લે છે.
પાસ્ટ વિશે ચર્ચા
જે વ્યક્તિ સાથે તમે જીવન પસાર કરવાના છો તેની સાથે કોઈપણ વાત કરવામાં સંકોચ ન હોવો જોઈએ પરંતુ પાસ્ટ વિશે વાત ન કરવી વધારે હિતાવહ રહે છે. જો તમે વારંવાર તમારા પાસ્ટ વિશે ચર્ચા કરો છો તો તમારા પાર્ટનરને લાગશે કે તમે મુવઓન કરી શક્યા નથી. આ સિવાયના પણ 3 કારણ છે જેના લીધે લોકો પોતાના પાસ્ટની વાતો છુપાવે છે.
પાર્ટનર થઈ જશે અસહજ
પાસ્ટ રિલેશનશીપ વિશે ક્યારેક વાત કરવામાં આવે તો ઠીક છે પરંતુ જો તમે તુલનાત્મક રીતે વાત કરો કે પહેલાના પાર્ટનરમાં શું ખાસ હતું, તે કેવી રીતે અલગ હતી... વગેરે તો છોકરીઓ અસહજ થઈ શકે છે. તેથી જુના સંબંધો વિશે વાત કરવાને બદલે વર્તનમાન પર ફોકસ કરવું બરાબર લાગે છે.
રિલેશનશીપ ખરાબ થવાની ચિંતા
છોકરાઓ પાર્ટનરને પાસ્ટ વિશે એટલે પણ નથી જણાવતા કે તેમને ચિંતા હોય છે કે વર્તમાન સંબંધો પર તેની અસર થશે અને આ સંબંધ પણ ખરાબ થઈ જશે. કારણ કે પાસ્ટ વિશે જાણીને યુવતીઓ અસુરક્ષિત થઈ જતી હોય છે.
સરખામણી
ઘણીવાર છોકરીઓ પોતાની જાતે જ પોતાની કંપેરીઝન કરવા લાગે છે. પોતાની તુલના અન્ય સાથે કરી છોકરીઓ ખરાબ અનુભવ કરે છે. ઘણીવાર આ બાબતે ઝઘડા પણ થઈ શકે છે. તેથી છોકરાઓ પોતાની લાઈફમાં પહેલા શું થયું તેના વિશે વાત કરવાનું ટાળતા હોય છે.
Trending Photos