રાજપૂતોએ ઈતિહાસ રચ્યો, પિયરની વાટ ભૂલેલી દીકરીઓને સન્માનભેર પાછી બોલાવાઈ
Kutch News : ભૂજના ખેડોઈ ગામમાં માત્ર ગામના રાજપૂત સમાજના તમામ દીકરીઓ માટે ત્રિદિવસીય અનોખો કાર્યકમ ‘પિયરનું મોંઘેરું મહેમાન દીકરી’ યોજાયો. ગામની નારી શક્તિઓ એવી ગામની સાસરવાસ દીકરીઓનું અકલ્પનીય સન્માન થકી એક નવી સમાજને નવી દિશામાં લઈ દોરવાનો પ્રયાસ કરાયો.
કચ્છ જિલ્લાના ખડોઈ ગામમાં ૮૦ ટકા રાજપૂત ગરાસીયા દરબારની વસ્તી છે. આ સમાજના એક વડીલ ને એક નવો વિચાર આવ્યો કે ગામના રાજપૂત સમાજની બહેનો, દીકરીઓ સન્માન સાથે તેડાવવીય વિસરાતી ‘પિયરની વાટ’ જીવંત રહે એ વિચાર સાથે ગામના દીકરીઓને એટલે કે 95 વર્ષથી માંડી 22 વર્ષની દીકરીઓ (ફૈબાજી, બહેનો, અને દીકરીઓ ભાણેજ ) ગામમાં પધારી હતી.
પોતપોતાના સાસરામાં ઓતપ્રોત થયેલી આ દીકરીઓ જે પિયરની વાટ ભૂલી ગયેલ હોય છે, અને સંસાર ચક્રમાં રચીપચી હોય, એમને આ પ્રસંગમાં બોલાવાઈ હતી. ઢોલ નગારા અને પુષ્પવૃષ્ટિથી સામૈયા કરાયા, અને લાડકોડથી પુરા સન્માનથી કાર્યક્રમમાં બોલાવાઈ હતી.
સાસરવાસ દીકરીઓ માટે ત્રણ દિવસ પોતાના પિયરના ગામમાં યોજાયેલા કાર્યક્રમ માટે વ્યવસ્થા કરાઈ હતી. ગામના તમામ દીકરાઓ વડીલો જાણે એમના ગામમાં કોઈ દેવી શક્તિઓ આવી હોય અને જે ભાવ દેખાડ્યો હતો. ત્રણ દિવસના કાર્યક્રમમાં ડાંડિયારાસ ગામનો ગોંદરો ભૂલયેલ ગયેલી નાનપણની રમતો જે દીકરીઓ બહેનો રમી હોય ગામના તમામ પ્રકારના કાર્યક્રમ કરાયા હતા.
ગામની ફઈબાઓ કે જેમની ઉંમર 60 થી 90 વર્ષ સુધી પહોંચી ગઈ છે એમને ફરી પાછું એ પિયરનું પિયરનું ફળિયું પિયરનો આંગણું અને પિયરનો જે ભાવ અને પ્રેમ તારોતાજા કરી આજીવન યાદગીરી બની હતી. દીકરીઓ, બહેનો અને ફઈબાના હૃદયમાંથી નીકળેલા હકારાત્મક ઊર્જાવાન આશીર્વાદ થકી ગામ ફરી ઉર્જાવાન બન્યું છે.
મહત્વની બાબત એ છે કે પિયરમાંથી વિદાય થયેલ દીકરીબાઓના કંકુ ભર્યા પગલાં એક વિશાળ સફેદ કાપડના મોટા રોલ ઉપર લેવામાં આવ્યા હતા, જે ગામનું આજીવન સંભારણું બની રહેશે. પિયરની માલમિલકત સહિતના હક હિતો છોડીને પિયરના ભાઈઓ અને પરિવારોને સુખી કરીને ગઈ છે, ત્યારે એમનો ઋણ ચૂકવવાનો અનોખો અવસર ગામના આ સામાજિક આગેવાનોએ બાખુબી નિભાવ્યો. ગામલોકો માટે અવિસ્મરણીય સમય બની રહ્યો.
Trending Photos