નાની ઉંમરમાં સફેદ થઈ રહ્યાં છે વાળ? તો તાત્કાલિક આ પાંચ વસ્તુઓથી બચો...

નવી દિલ્લીઃ આજકાલ નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. અનેક યુવાનો-યુવતીઓ આ સમસ્યાથી પરેશાન છે. ત્યારે આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે ખાવાથી તમારે બચવું જોઈએ.

 

 

 

માંસ

1/5
image

માંસમાંથી શરીરને જરૂરી પ્રોટીન મળે છે તેવું કહેવામાં આવે છે. પ્રોટીન શરીર માટે ફાયદાકારક છે. પરંત જો માંસનું વધારે પડતું સેવન કરવામાં આવે તો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી શકે છે અને તમારા વાળ નાની ઉંમરમાં સફેદ થઈ શકે છે.

કેક અને પેસ્ટ્રી

2/5
image

આજકાલ નાના-મોટા પ્રસંગોને ઉજવવા માટે કેક અને પેસ્ટ્રી સામાન્ય થઈ ગઈ છે. આ કેક અને પેસ્ટ્રીમાં અલગ-અલગ રંગોનો ઉપયોગ થાય છે. જેનાથી કેક અને પેસ્ટ્રી દેખાવામાં સારી લાગે છે પરંતુ તે વાળ માટે સારી નથી.

પેકેજ્ડ ફૂડ

3/5
image

પેકેજ્ડ ફૂડ અને જ્યુસમાં મોનોસોડિયમ હોય છે. જો તમે તેનું વધારે સેવન કરશો તો વાળ જલ્દી સફેદ થઈ જશે. જેથી આવા ખોરાકથી તો દૂર રહેવું જ સારું છે.

મેંદાનો લોટ

4/5
image

ફરસાણથી માંડીને સમોસા બનાવા સુધીમાં મેંદાનો લોટનો ઉપયોગ થાય છે. મેંદો તમારી પાચનશક્તિને નબળી પાડે છે. જેની સીધી અસર આપણા વાળ પર પડે છે અને નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે.

ખાંડ

5/5
image

ખાંડનો સ્વાદ ભલે તમને ગમે એટલો સારો લાગે પરંતુ તે સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. વધુ ગળપણથી શરીરને નુકસાન તો થાય છે જ, સાથે વાળ જલ્દી સફેદ થવા લાગે છે કારણ કે વધુ પડતી ખાંડ ખાવાથી વિટામિન-ઈની ઉણપ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે.  તેને અપનાવતા પહેલા ચિકિત્સીય સલાહ જરૂર લો.  ZEE NEWS તેની પુષ્ટિ નથી કરતું)