વધારે વજનથી પરેશાન છો? આ એપ્લિકેશન વજન ઘટાડવાની સાથે સ્વાસ્થ્યનું પણ રાખશે ધ્યાન...

નવી દિલ્લીઃ જે લોકોનું વજન વધારે હોય છે, તેવા લોરો ઘર, ઓફીસ કે જાહેર જગ્યા પર લઘુતાગ્રંથિ અનુભવતા હોય છે. ત્યારે આજના સમયમાં ઘણા લોકો પોતાના સ્વાસ્થ્યને લઈ ખુબ જ એક્ટિવ હોય છે. જે માટે તેઓ સવારે નિયમિત ચાલવા જવું, યોગ કરવા અને જિમમાં જવાનું ભુલતા નથી. જો તમે પણ આવા જ એક વ્યક્તિ છો તો તમારા માટે અમારા પાસે પાંચ ફિટનેસ એપ્સના ઓપ્શન છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી શકો છો. કારણ કે આ એપ્લિકેશન તમારી બધી જ એક્ટિવિટીને મોનિટર કરે છે. ચાલો, જાણીએ એ પાંચેય એપ્લિકેશનની ખાસિયતો વિશે... 

1/5
image

ગૂગલની એક વર્કઆઉટ ટ્રેકર એપ છે. જે તમારી સ્પીડ, તમારી લંબાઈ, તમે કરેલું વોકિંગ અને રનિંગ એ તમામ એક્ટિવિટીને ટ્રેક કરે છે. એટલું જ નહીં તમે ચાલવા નિકળ્યા ત્યારે તમે કેટલા ડગલા ભર્યા એ પણ જણાવશે, સાથે જ તમે બર્ન કરેલી કેલેરીની માહિતી પણ આ એપ્સ પર મળી જશે. 

2/5
image

જો તમે યોગા કરવાના શોખીન છો, તો આ એપ્લિકેશન તમારા માટે ખુબ ઉપયોગી સાબિત થશે. કારણ કે આ એપ્લિકેશન તમને યોગા કરતા તો શીખવશે જ, સાથે જ નવી નવી ટિપ્સ અને અલગ અલગ આસનો વિશે પણ જાણકારી આપશે... તો આ એપ્લિકેશનમાં એક ખાસ વોઈસ ક્લિપ ઓપ્શન અપાયુ છે. જે યૂઝરને યોગા કરતા સમયે ધ્યાન ભ્રમિત થવાથી રોકે છે. 

3/5
image

એક વર્કઆઉટ, વેટ લોસ, ફૂડ-વોટર અને સ્લીપ ટ્રેકર, આ એપ્સથી તમે તમારા દરેક દિવસની હેલ્થ અને ફિટનેસ ગોલ્સને પૂરા કરશે. એટલું જ નહીં આ એપ્લિકેશન તમને ફૂલ બોડી વર્કઆઉટ અને યોગા વર્કઆઉટનો પણ ઓપ્શન આપશે.

4/5
image

આ ફિટનેસ એપ્લિકેશન એવી છે કે જેની મદદથી તમે આરામથી વજન ઘટાડી શકો છે. કારણ કે આ એપ્લિકેશન તમારા ભોજન પર ધ્યાન રાખશે. આ એપ્લિકેશન તમને જણાવશે કે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. સાથે જ આ એપ્લિકેશનના ડેટા બેઝમાં અપાયેલી 6 મિલિયન ફૂડ પ્રોડક્સની જાણકારી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. 

5/5
image

ફિટનેસ ટ્રેકર એપ્લિકેશનની સાથે સાથે આ પ્લેટફોર્મ પોતાનામાં એક જિમ ટ્રેનર પણ છે. આ એપ્લિકેશનમાં યૂઝર્સને એક ફ્રિ ફિટનેસ પ્લાન આપવામાં આવે છે. જે તમને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદ કરશે. આ એપ્લિકેશનમાં તમને 1300 એકસરસાઈઝ આપેલી છે. જેની મદદથી તમે સરળતાથી તમારું વજન ઘટાડી શકો છો.