મંગળની ઉલ્ટી ચાલ આ 3 રાશિઓ માટે લાભકારી, 2025માં બધા સપના થશે સાકાર, ધન-સંપત્તિમાં વધારાનો યોગ

Mangal Vakri 2025: વૈદિક પંચાગ અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ 2025માં વક્રી ચાલ ચાલશે. તેવામાં મંગળની વક્રી ચાલથી કેટલાક જાતકો કરિયર-કારોબારમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.

મંગળ વક્રી

1/5
image

જલ્દી નવું વર્ષ 2025 શરૂ થવાનું છે. ગ્રહોની દ્રષ્ટિએ 2025 ખુબ મહત્વપૂર્ણ રહેશે કારણ કે આ વર્ષે ઘણા ગ્રહોનું ગોચર થશે અને સાથે ઘણા ગ્રહો વક્રી ચાલ ચાલશે. હકીકતમાં જાન્યુઆરી 2025માં મંગળ ગ્રહ મિથુન રાશિમાં ગોચર કરશે. આ દરમિયાન મંગળ વક્રી અવસ્થામાં પ્રવેશ કરશે.જ્યોતિષમાં મંગળ ગ્રહને પરાક્રમ, શૌર્ય, વીરતા, ભૂમિ અને ક્રોધને કારક માનવામાં આવે છે. જ્યારે મંગળ ગ્રહની સ્થિતિ બદલે છે તો તેની અસર દરેક રાશિઓ પર પડે છે. તેવામાં જાન્યુઆરીમાં મંગળ ગ્રહના વક્રી થવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી જશે અને ધન-સંપત્તિમાં વધારો થશે. આ દરમિયાન જાતકોને ભાગ્યનો સાથ મળશે. તો આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.  

મેષ રાશિ

2/5
image

મેષ રાશિના જાતકો માટે મંગળનું વક્રી થવું શુભ સાબિત થશે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા દુશ્મનોની હાર થશે. તમારા અટવાયેલા કામ પૂરા થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સમજી-વિચારીને કરવામાં આવેલા કામ સફળ થશે. પરિવાર અને ખાસ કરીને ભાઈ-બહેનોનો સહયોગ મળશે. વિદેશ સાથે જોડાયેલા કામ કરનાર જાતકોને આ સમયે વિશેષ ફાયદો થઈ શકે છે. બિઝનેસમાં પણ નફાનો યોગ  છે. જીવનસાથી સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારૂ રહેશે.  

તુલા રાશિ

3/5
image

તુલા રાશિના જાતકો માટે મંગળની ચાલ ભાગ્યશાળી રહેશે. આ ગોચરથી તમને ભાગ્યનો સાથ મળશે. કાર્યસ્થળ પર તમારી પ્રગતિ થશે. વેપાર કરનાર જાતકોને સારો લાભ થશે. આ સમયે તમે કોઈ ધાર્મિક કે શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો. અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે. તેની ક્ષમતા અને કામ કરવાની રીત વધુ સારી થશે.  

સિંહ રાશિ

4/5
image

મંગળ ગોચરથી સિંહ રાશિના જાતકોને લાભ થશે. 2025 તમારા માટે ખુશીઓ લાવશે. આ વર્ષે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. કમાણીના નવા માર્ગ ખુલશે. તમારી આવકમાં વધારો થશે અને પૈસા કમાવાની તક મળશે. કામકાજમાં તમારી મહેનતની પ્રશંસા કરવામાં આવશે. સમાજમાં સન્માન વધશે. આ સમયે રોકાણ કરવાથી ફાયદો થશે. જો તમે શેર બજાર કે લોટરી સાથે જોડાયેલા છો તો તમને લાભ થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે.  

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.