એક સમયે શાહરૂખ-સલમાન કરતા પણ મોટો સ્ટાર હતો, પણ સતત 20 ફિલ્મોએ બરબાદ કરી કરિયર, પાઈ પાઈ માટે મોહતાજ થઈ ગયો

છેલ્લા ત્રણ ત્રણ દાયકાથી બોલીવુડમાં સુપરસ્ટારડમની ઓળખ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનથી થતી રહી છે. 90ના દાયકાની શરૂઆતથી આ ત્રણેય કલાકારોએ બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો કાયમ કર્યો જે આજે પણ યથાવત છે. પરંતુ આજે અમે તમને એક એવા કલાકાર વિશે જણાવીશું જે સફળતાની ઊંચાઈ પર હતો અને ત્યારે તે આ ત્રણેય કલાકારો કરતા મોટો સ્ટાર ગણાતો હતો. જો કે ભાગ્ય પલટાયું અને પછી તો કરિયર જ બરબાદ થઈ ગયું. 
 

બોલીવુડનો એક મોટો ફ્લોપ એક્ટર

1/5
image

આજે અમે તમને જે અભિનેતા વિશે જણાવીશું તેણે પોતાની કરિયરની શરૂઆત સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનના ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા બાદ કરી હતી. જોત જોતામાં તો ગજબની લોકપ્રિયતા મળી. લોકો તેની સ્ટાઈલની કોપી કરતા હતા. છોકરીઓ તેના દરેક અંદાઝ પર ફિદા થઈ જતી હતી. એક ફિલ્મે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. પરંતુ ત્યારબાદ ભાગ્ય એવું બદલાયું કે આખી કરિયર જ ચોપટ થઈ ગઈ. 

વન ફિલ્મ વન્ડર બન્યો

2/5
image

આ સ્ટાર બીજુ કોઈ નહીં પરંતુ રાહુલ રોય છે. જેણે 1990માં હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી અને ફિલ્મ આશિકીથી રાતોરાત સ્ટાર બની ગયો. આ ફિલ્મમાં તેની સાથે અનુ અગ્રવાલ પણ જોવા મળી હતી. બંનેની જોડીને દર્શકોએ ખુબ  પસંદ કરી હતી. આશિકીની સફળતાએ રાહુલને ઘરે ઘરે લોકપ્રિય કરી દીધો. ત્યારબાદ આવેલી હિટ ફિલ્મોમાં પ્યાર કા સાયા, જૂનુન જેવી ફિલ્મો પણ સામેલ છે. 26 વર્ષના રાહુલની ગણતરી ત્યારે સલમાન, આમિર કરતા પણ મોટા સ્ટાર તરીકે થતી હતી. 

રાહુલ રોયની પડતી

3/5
image

તે સમયે શાહરૂખ ખાને બોલીવુડમાં ડગ માંડ્યા નહતા. 90ના દાયકાની વચ્ચે રાહુલનો સાથ ભાગ્યે છોડી દીધો. તેણે અનેક ફિલ્મો કરવાની ના પાડી જેમાં યશ ચોપડાની ડર પણ હતી. આ ફિલ્મે શાહરૂખ ખાનને સુપરસ્ટાર બનાવ્યો હતો. આ ઉપરાંત અન્ય કેટલીક ફિલ્મો રાહુલની ફ્લોપ થઈ. જૂનુન (1992) બાદ તેની 15 ફિલ્મો સતત ફ્લોપ ગઈ. 2001માં છેલ્લી ફિલ્મ અફસાના દિલવાલો કા રીલીઝ થઈ હતી. ત્યારબાદ તેણે ઘણા વર્ષો સુધી બ્રેક લીધો અને 2006માં પાછી વાપસી કરી. 

વાપસી બાદ સંઘર્ષ

4/5
image

જો કે વાપસી બાદ એવું સ્ટારડમ જોવા મળ્યું નહીં. વાપસી બાદ રાહુલ ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યો. એટલું જ નહીં તેણે કરિયરને આગળ વધારવા માટે ટેલિવિઝનના પડદે પણ આવવું પડ્યું. જ્યાં બિગ  બોસની પહેલી સિઝનમાં જોવા મળ્યો. આ શોની ટ્રોફી પણ પોતાના નામે કરી પરંતુ તેનાથી વધુ કોઈ ફાયદો  થયો નહીં. ફિલ્મોમાં સતત નિષ્ફળતા અને કામની કમીએ તેને આર્થિક મુશ્કેલીઓમાં નાખ્યો અને એક સમય એવો આવ્યો કે તે કરજના બોજા હેઠળ દબાઈ ગયો. 

મેડિકલ સમસ્યા

5/5
image

2020માં રાહુલને સ્ટ્રોક અને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરાયો. થોડા સમય માટે લકવો પણ થઈ ગઓ હતો અને મોંઘી સારવારના પગલે આર્થિક સંકટમાં ઘેરાઈ ગયો હતો. 2023માં એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તે પોતાનું મેડિકલ બિલ સુદ્ધા ચૂકવી શકતો નહતો. આવામાં તેના જૂના કો સ્ટાર સલમાન ખાને તેની મદદ કરી. 2023માં રાહુલે ફિલ્મી દુનિયામાં વાપસી કરી. તે હવે અભિનેતા અને પ્રોડ્યુસર તરીકે કામ કરે છે. હાલમાં જ તે કાનૂ બહેલની ફિલ્મ આગરા (2023)માં જોવા મળ્યો હતો.