જાણો 'NASA'માં કામ કરતા ભારતીય મૂળના એ વૈજ્ઞાનિકોને, જેમનું નાસાએ કર્યું વિશેષ સન્માન

અમેરિકાની અંતરિક્ષ સંસ્થા 'નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન' સમગ્ર વિશ્વની જાણીતી અને કદાચ પ્રથમ નંબરની સંસ્થા છે. નાસાએ એવા અનેક અંતરિક્ષ અભિયાન હાથ ધર્યા છે જેની આપણે કલ્પના પણ કરી શકીએ નહીં. નાસાના આ અંતરિક્ષ અભિયાનમાં ભારતીયોનું પણ ઘણું મોટું યોગદાન રહ્યું છે, પરંતુ કદાચ એ ભારતીયોમાંથી તમે માત્ર બે-ચાર નામ જ જાણતા હશો. જોકે,તમને જાણીને નવા લાગશે કે નાસામાં કામ કરતા ભારતીયોની સંખ્યા આપણી કલ્પના કરતાં ઘણી વધારે છે અને તેઓ નાસામાં અત્યંત મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે.
 

નવી દિલ્હીઃ અમેરિકાની અંતરિક્ષ સંસ્થા 'NASA'નું નામ આવે એટલે આપણી સામે તેણે હાથ ધરેલા અનેક અંતરિક્ષ અભિયાન યાદ આવી જાય છે. આ સાથે જ ભારતીય અંતરિક્ષ યાત્રીઓ કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સનું પણ નામ તરત યાદ આવી જાય છે. જેમાં કલ્પના ચાવલાનું એક અંતરિક્ષ અભિયાનમાં મોત થઈ ગયું હતું. નાસાના અંતરિક્ષ અભિયાનમાં ભારતીયોનું પણ ઘણું મોટું યોગદાન રહ્યું છે, પરંતુ કદાચ એ ભારતીયોમાંથી તમે માત્ર બે-ચાર નામ જ જાણતા હશો. જોકે,તમને જાણીને નવા લાગશે કે નાસામાં કામ કરતા ભારતીયોની સંખ્યા આપણી કલ્પના કરતાં ઘણી વધારે છે. 

ભારતીય મૂળના વૈજ્ઞાનિકોનું સન્માન

1/13
image

નાસા દ્વારા તાજેતરમાં જ 'એશિયન પેસિફિક અમેરિકન હેરિટેજ મંથ'ની ઉજવમીના ભાગરૂપે ભારતીય મૂળના વૈજ્ઞાનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જે નાસામાં એન્જિનિયર, ફ્લાઈટ ડિરેક્ટર, અંતરિક્ષ યાત્રી તરીકે કામ કરે છે. 

કલ્પના ચાવલા

2/13
image

કલ્પના ચાવલા નાસા દ્વારા મોકલવામાં આવેલા અંતરિક્ષ યાત્રીઓમાં પ્રથમ ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી હતી. તેણે એક અંતરિક્ષ યાત્રી તરીકે નાસાના બે અભિયાનમાં ભાગ લીધો હતો. જોકે, કમનસીબે એક અભિયાનમાં તે નાસાના 7 અંતરિક્ષ યાત્રીઓના દળની સભ્ય હતી અને તેનું અકસ્માતમાં મોત થયું હતું. આ અભિયાનમાં નાસાનું અંતરિક્ષ યાન 'કોલંબિયા' ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થયાની થોડી મિનિટોમાં જ દિશા ચૂકી ગયું હતું અને તેમાં સવાર તમામ અંતરિક્ષ યાત્રીના મોત થયા હતા. 

સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેવાનો કલ્પના ચાવલાનો રેકોર્ડ

3/13
image

વર્ષ 2003માં જ્યારે નાસાનું અંતરિક્ષ યાન કોલંબિયા તુટી પડ્યું અને તેમાં કલ્પના ચાવલાનું મોત થયું ત્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બૂશે તેને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, "કલ્પના ચાવલા સિવાય અમેરિકાના એક પણ અંતરિક્ષ યાત્રીએ તેના જેટલી લાંબી અંતરિક્ષ યાત્રા કરી નથી. તેણે તેની જન્મભુમિને એક વિદ્યાર્થી તરીકે છોડી હતી અને ત્યાર પછી હજારો માઈલની સફર કરીને તે અંતરિક્ષ સુધી પહોંચી હતી."

સુનિતા વિલિયમ્સ

4/13
image

ભારતીય મૂળની અને ગુજરાતના વડોદરાની સુનિતા વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટેનું પોતાનું પ્રથમ અભિયાન બોઈંગ CST-100 સ્ટારલાઈનર વિમાનમાં કર્યું હતું.   

સુનિતા અને જાપાનના અખિહિકો હોશિડે

5/13
image

સુનિતા વિલિયમ્સ અને જાપાનની અંતરિક્ષ એક્સપ્લોરેશન એજન્સીના અંતરિક્ષ યાત્રી અખિહિતો હોશિડે નાસાના જ્હોનસન સ્પેસ સેન્ટર ખાતે 1 જુલાઈ, 2010ના રોજ હેબિટેબિલિટી એન્ડ એન્વાયર્નમેન્ટલ ફેક્ટર્સ ઓફિસમાં નાશ્તાની સાથે ચર્ચા કરી રહ્યા છે. 

નાસાના વાઈસ પ્રેસિડન્ટ સાથે સુનિતા

6/13
image

ટેક્સાસના હ્યુસ્ટનમાં આવેલા નાસાના જ્હોનસન સ્પેસ સેન્ટરની વર્ષ 2018માં મુલાકાત દરમિયાન સુનિતા વિલિયમ્સ નાસાના એડમિનિસ્ટ્રેટર જીમ બ્રિન્ડેન્સ્ટાઈન અને વાઈસ પ્રેસિડન્ટ માઈક પેન્સ સાથે ચર્ચા કરી રહી છે. 

ડો. શર્મિલા ભટ્ટાચાર્ય

7/13
image

ભારતીય મૂળની ડો. શર્મિલા ભટ્ટાચાર્ય નાસાના ટોચની વૈજ્ઞાનિકોમાંની એક છે. તે અત્યારે નાસાના એમ્સ રિસર્ચ સેન્ટર ખાતે અંતરિક્ષ યાત્રા દરમિયાન અંતરિક્ષ યાત્રીના શરીરના રોગપ્રતિકારક તંત્ર પર થતી અસર, તેના શરીર પર રેડિએશનની અસરો અને ગુરુત્વાકર્ષણની અસરો અંગે સંશોધન કરી રહી છે. શર્મિલા જ્યારે માત્ર 6 વર્ષની હતી ત્યારે તેણે તેના પિતાને પુછ્યું હતું કે, "શું તે પાઈલટ બની શકે છે?" ત્યારે તેના પિતાએ જવાબ આપ્યો હતો કે, તે જે બનવા માગે તે બની શકે છે. 

મનીષા ગણેશન

8/13
image

મૂળ મહારાષ્ટ્રની મનીષા ગણેશન નાસાના ગોડાર્ડ ખાતે એટમોસ્ફેરિક સાયન્ટિસ્ટ છે. મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી મનીષાના જીવનમાં વર્ષ 2005માં પરિવર્તન આવ્યું હતું, જ્યારે રાજ્યમાં ભયાનક પૂર આવ્યું હતું. જોકે, આ પૂરમાં તેના પરિવારને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું, પરંતુ તેને 'જળવાયુ પરિવર્તન' વિષય પર અભ્યાસ કરવાનું નક્કી કરી લીધું હતું.

સ્વરૂપા નુને

9/13
image

સ્વરૂપા નુનેનો ઉછેર ભારતીય ફિલ્મો જોતા-જોતા થયો હતો અને આજે તે નાસાના ગોડાર્ડ સ્ટેશનમાં વીડિયો પ્રોડ્યુસર છે. તેનું સૌથી અસરકારક અને મહત્વનું કામ નેશનલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાની સાથે અંતરિક્ષમાંથી પ્રાપ્ત થયેલી તસવીરોનું હોલ્સ્ટ અને ડબુસી કમ્પોઝિશન કરવાનું હતું. 

મમતા પટેલ

10/13
image

ભારતીય મૂળની મમતા પટેલ નાગરાજાએ NASAમાં અનેક ફિલ્ડમાં કામ કર્યું છે. અંતરિક્ષ યાત્રીઓને તાલીમ આપવાની સાથે જ તેણે વૈજ્ઞાનિક સાધનોનું નિર્માણ કર્યું છે અને હવે તે નાસા દ્વારા જે નવી-નવી શોધો કરવામાં આવી છે તેને પ્રજા સુધી લઈ જવાની મહત્વની કામગીરિ સંભાળી રહી છે. તેણે જણાવ્યું કે, "તમે તમામ પ્રકારના કામ કરી શકો છો. તમે એક ગ્રેટ મમ્મી બની શકો છો, એક ગ્રેટ કર્મચારી બની શકો છો, એક ગ્રેટ વાઈફ બની શકો છો અને એક શ્રેષ્ઠ દિકરી, બહેન, મિત્ર પણ બની શકો છો."

નારાયણન રામચંદ્રન

11/13
image

નારાયણ રામચંદ્રન નાસાના માર્શલ સેન્ટર ખાતે જેકોબ્સ ટેક્નોલોજી એન્જિનિયર છે. તે અત્યારે ત્યાં SLS ડિફ્યુઝર ટેસ્ટિંગનો ડાટા એક્ઠો કરી રહ્યા છે.   

રાજા ચારી

12/13
image

ભારતીય મૂળના રાજા ચારીની 2017માં એસ્ટ્રોનોટ કેન્ડિડેટ ક્લાસ માટે પસંદ કરવામાં આવી હતી. 

પૂજા જેસરાની

13/13
image

પૂજા જેસરાની (જમણેથી બીજા ક્રમે) નાસાના હ્યુસ્ટનમાં આવેલા જ્હોનસન સ્પેસ સેન્ટરમાં નાસાના વિવિધ અભિયાનોને લીડ કરતા ફ્લાઈટ ડિરેક્ટરોની 5 સભ્યોની ટીમની એક સભ્ય છે.   

Trending Photos