અમદાવાદમાં ફૂંકાયા ભારે પવન! આ વિસ્તારોમાં પડશે કાતિલ ઠંડી; જાણો ગુજરાતના આગાહીકારનો વરતારો
Ambalal Patel forecast: ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાતિલ ઠંડી આગામી 4 દિવસ સુધી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. હિમાલય તરફથી આવતા બર્ફિલા પવનના કારણે ઠંડી વધી છે. સિઝનમાં પહેલીવાર રાજકોટ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું. હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનોના કારણે ઠંડી વધી ગઈ છે. રાજકોટમાં સૌથી ઓછુ 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે પોરબંદરમાં 10.8 ડિગ્રી, અમદાવાદમાં 12.2 ડિગ્રી, ભૂજમાં 11.2 અને ડીસામાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે. જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાનું અનુમાન આપ્યું છે. આજે શહેરમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે. અમરેલી, બોટાદ, ગાંધીનગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ કચ્છ, પાટણ સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, દાહોદ,દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 જાન્યુઆરી પછી ઠંડીમાં ઘટવાની શક્યતા વધી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં કાતિલ ઠંડી જોવા મળી શકે છે. અમદાવાદ – ગાંધીનગરનું લઘુતમ તાપમાન વધી શકે છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ કાતિલ ઠંડી શરૂ થઈ છે. ઠંડા પવનોના ફૂંકાવાની સાથે શીત લહેરના કારણે આકસ્મિક ઠંડી વધી રહી છે, જેના કારણે લોકોને ઠંડી આકરી લાગી રહી છે. આગામી 4 દિવસ સુધી તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર થવાનો નથી અને કાતિલ ઠંડી યથાવત રહેશે. ઠંડા પવનો અને શીત લહેરના કારણે લોકોને ઠંડીનો અતિશય અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. જેના કારણે ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.
ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશાને કારણે હાલ ગુજરાતીઓને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ નથી. ગુજરાતમાં હાલ હવામાન શુષ્ક રહેશે. હાલ માવઠાની કોઈ શક્યતા નથી.
ગુજરાતથી લઈને દેશભરમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. ઠંડીનો કોપ વધી ગયો. પરંતું આગાહી એવી છે કે, આગામી 2 દિવસ આકરી ઠંડીનો અનુભવ થશે. બે દિવસની રાહત બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે.
Trending Photos