Vastu Tips: વ્યક્તિની આ ભૂલોના કારણે ઘરમાં આવે છે ગરીબી, વાસ્તુ દોષનું પણ બને છે કારણ

Vastu Tips: જો તમે આર્થિક રીતે સદ્ધર બનવા માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ તમારા બધા પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા છે અથવા ઘરમાં પૈસા નથી વધતા તો તેના માટે કેટલીક ભૂલો જવાબદાર હોઈ શકે છે. ઘરમાં રહેતા લોકોની આ ભુલો વાસ્તુ દોષનું પણ કારણ બને છે.

કરજમાં વધારો

1/5
image

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કરવામાં આવેલી કેટલીક ભૂલો વ્યક્તિને કરજમાં ડુબાડી શકે છે. આ ભુલો ગરીબીનું કારણ બને છે અને ધીમે ધીમે ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. તેથી આ ભૂલો કરવાનું ટાળવું જોઈએ.

મુખ્ય દ્વાર પર અંધારું

2/5
image

ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય અંધારું ન રાખવું. ખાસ કરીને સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર લાઇટ રાખો. જો શક્ય હોય તો દરરોજ દીવો પણ પ્રગટાવો. મુખ્ય દ્વારા પર અંધારુ રાખવાથી ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે.

ખોરાક અને પાણીનો બગાડ

3/5
image

ખોરાક અને પાણીનો ક્યારેય બગાડ ન કરો. ખોરાક ફેંકવાથી અથવા તેમનું અપમાન કરવાથી માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે. આ સિવાય ઘરના કોઈપણ નળમાંથી ટપકતું પાણી પણ વ્યક્તિને ધન હાનિ કરાવે છે.

તૂટેલા ફોટો કે મૂર્તિઓ

4/5
image

તૂટેલી તસ્વીરો કે તૂટેલી મૂર્તિઓ ઘરમાં રાખવાથી ઘણી સમસ્યાઓ થાય છે. આવા ઘરમાં ક્યારેય ભગવાન વાસ કરતા નથી. આવી જગ્યાએ પારિવારિક સંબંધો પણ ખરાબ રહે છે અને પરિવારના લોકો વચ્ચે ઝઘડા થતા રહે છે.

ગંદુ રસોડું કે બાથરૂમ

5/5
image

ઘરનું ગંદુ રસોડું અને બાથરૂમ મુખ્ય વાસ્તુ દોષમાંથી એક છે. જે ઘરમાં રસોડું અને બાથરુમ ગંદા હોય તે ઘરમાં સંપત્તિ ક્યારેય ટકતી નથી. આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)