Mobile માં નેટવર્ક હોવા છતાં નથી મળતી 4G સ્પીડ, તો આ Tips થી રોકેટ જેવી થઈ જશે ઈન્ટરનેટની સ્પીડ
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે તમામ લોકો 4G કનેક્ટિવિટી વાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અનેકવાર એવું હોય છે કે ફોનમાં નેટવર્ક તો આવે છે પરંતુ ઈન્ટરનેટ નથી આવતું. જો તમારી સાથે આવું થાય છે તો આ ટિપ્સ તમારા માટે છે.
આજકાલ 4G ઈન્ટરનેટનો જમાનો છે
આજકાલ 4G ઈન્ટરનેટનો જમાનો છે. દેશભરમાં 4G નેટવર્ક પુરી રીતે ફેલાયેલું છે. તમામ લોકો 4G કનેક્ટિવિટી વાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. અનેકવાર એવું થાય છે ફોનમાં નેટવર્ક હોવા છતાં 4Gની સ્પીડથી ઈન્ટરનેટ નથી મળતું. એવામાં સવાલ એ થાય કે એન્ડ્રોઈડ ફોનની ઈન્ટરનેટ સ્પીડને કેવી રીતે વધારવામાં આવશે. તો તેનો જવાબ અમારી પાસે છે. અમે તમને કેટલીક ટિપ્સ આપીશું જેને જાણીને તમે ઈન્ટરનેટની સ્પીડ વધારી શકશો.
જાણો કરીના, કેટરિના, સુષ્મા, પ્રિયંકા અને મલાઈકાના ચહેરા પરના ગ્લોનું શું છે રાઝ?
APNના સેટિંગ જુઓ
ઈન્ટરનેટની સ્પીડ વધારવા માટે Access Point Network એટલે કે APNના સેટિંગ જરૂરથી ચેક કરો. કારણ કે હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે APNના સેટિંગ્સ યોગ્ય હોવા જરૂરી છે. APNને સેટિંગ્સમાં જઈને મેન્યુઅલી સેટ કરો.
સોશિયલ મીડિયા એપ પર આપો ધ્યાન
ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એપના કારણે પણ ઈન્ટરનેટની સ્પીડ સ્લો થઈ જાય છે, કારણ કે આવી એપ વધુ ડેટા વાપરે છે. એવામાં સેટિંગમાં જઈને ઑટો પ્લે અને ડાઉનલોડ ઑપ્શનને બંધ કરી દો અને બ્રાઉઝરમાં ડેટા સેવા મોડને ઓપન કરો. જેનાથી તમારા ફોનના ઈન્ટરનેટની સ્પીડ વધી જશે.
Bollywood ની ફિલ્મોમાં 'રંગ બરસે' થી લઈને 'બલમ પિચકારી' સુધી છવાયેલો છે હોળીનો રંગ
સમય સમય પર Cache જરૂર કરો ક્લીઅર
Cache ફુલ થઈ જાય તો એન્ડ્રોઈજ ફોન સ્લો થઈ જાય છે, જેનાથી ઈન્ટરનેટની સ્પીડ પ્રભાવિત થઈ શકે છે. આ માટે સમય સમય પર Cache ક્લીઅર કરો. જેનાથી તમાર મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ વધી જશે.
કામ વિનાની એપ કરો ડીલીટ
અનેક લોકોને પોતાના ફોનમાં ઢગલો એપ્સ રાખવાની આદત હોય છે. અનેક એપ્સ એવી હોય છે જે નકામી હોય છે. જો તમારા મોબાઈલમાં પણ એવી એપ્સ છે, જે કામની નથી તો તેને ડીલીટ કરી દો. જેનાથી મોબાઈલમાં મેમરી વધશે અને વધારાની જે એપ ઈન્ટરનેટ યૂઝ કરે છે તે અટકી જશે.
જાણો કરીના, કેટરિના, સુષ્મા, પ્રિયંકા અને મલાઈકાના ચહેરા પરના ગ્લોનું શું છે રાઝ?
બેકગ્રાઉન્ડ એપને બંધ કરી દો
તમારા ફોનમાં કેટલીક એપ્સ એવી પણ હોય છે જે મોબાઈલમાં બેકગ્રાઉન્ડમાં ચાલ્યા કરે છે. જે ઈન્ટરનેટનો પણ સતત ઉપયોગ કરતી હોય છે. આવી એપના કારણે ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જાય છે. આવી એપ્લિકેશનને તમારે મોબાઈલના સેટિંગ્સમાં જઈને બંધ કરી દો. જેથી તમારે જ્યારે જરૂર છે ત્યારે ઈન્ટરનેટની સારી સ્પીડ મળશે.
આ ફ્રિજ દૂધમાંથી દહીં પણ બનાવી આપશે...! જાણો હજુ બીજી ઘણી વિશેષતા છે આ ફ્રિજમાં
એડ બ્લોકરનો ઉપયોગ કરો
તમારા મોબાઈલમાં ઈન્ટરનેટની સ્પીડ વધારવાનો એક આસાન ઉપાય છે એડ બ્લોકરનો ઉપયોગ. તે અનેકવાર એ જોયું હશે કે તમે કાંઈક સર્ચ કરો છો ત્યારે તમને કેટલીક ઈમેજિસ કે વીડિયોના રૂપમાં કોઈ વસ્તુની જાહેરાત જોવા મળે છે. આવી જાહેરાત પણ તમારા ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. જેના લોડ થવાથી તમારી ઈન્ટરનેટની સ્પીડ પર અસર પડે છે. જો તમે એડ બ્લોકરનો ઉપયોગ કરશો તો તમને ઈન્ટરનેટ ચલાવતા સમયે મોબાઈલ પર આવી જાહેરાતો નહીં જોવા મળે અને સ્પીડ સારી મળશે.
Holi Special: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ છે કારણો
Trending Photos