MUMBAI SAGA: 3 એન્કાઉન્ટરમાં 7 ગોળીઓ વાગી છતાં જીવતો બચી ગયો આ ગેંગસ્ટર, જાણો દાઉદના દુશ્મનની કહાની
યશ કંસારા, અમદાવાદઃ ફિલ્મ 'મુંબઈ સાગા'નું ટ્રેલર આજકલ ચર્ચામાં છે. સાથે જ ચર્ચામાં એક નામ- અમરત્યા રાવ. જોન અબ્રાહમ ફિલ્મમાં ગેંગસ્ટર અમરત્યા રાવના કેરેક્ટરમાં જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ કેરેક્ટર રીયલ લાઈફ ગેંગસ્ટર ડી કે રાવ (DK RAO) પર આધારિત છે. ડી કે રાવે પોતાના જીવનના લગભગ 23 વર્ષ જેલમાં વિતાવ્યા છે. જ્યારે, તે 3 વખત પોલિસના એન્કાઉન્ટરમાં પણ જીવતો રહ્યો હતો. તો આવું જાણીએ મુંબઈ અંડરવર્લ્ડના આ ડોન ડી કે રાવની રીયલ લાઈફ વિશે.
જોન અબ્રાહમ, ઈમરાન હાશમી અને સુનિલ સેટ્ટીની ફિલ્મ 'મુબઈ સાગાનું' ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સંજય ગુપ્તાના ડાયરેક્શનમાં બનેલી આ ક્રાઈમ ફિલ્મમાં જોન અબ્રાહમ અમરત્યા રાવ નામના ગેગસ્ટરનું પાત્ર ભજવી રહ્યા છે. ત્યારે, લોકોના મનમાં થઈ રહ્યું છે કે આ અમરત્યા રાવ છે કોણ? આ વાત દિલચસ્પ છે કે મુંબઈને સપનાનું શહેર માનવામાં આવે છે, પરંતુ મુંબઈના દરિયાએ પોતાની અંદર અંડરવર્લ્ડની એટલી બધી વાર્તાઓ સમાવી છે, જેને સાંભળી તમારા રુઆંટા ઉભા થઈ જશે. અમરત્યા રાવનો પણ રોલ કઈ આવો જ છે. 'મુંબઈ સાગા'ની સ્ટોરી રીયલ લાઈફ ગેંગસ્ટર ડી કે રાવ પર આધારિત છે. જે 23 વર્ષ જેલમાં રહ્યો, પરંતુ આજે પણ દાઉદ તેના લોહીનો તરસ્યો છે.
કહેવામાં આવે છે ડી કે રાવના લોહીનો આજે પણ તરસ્યો છે દાઉદ!
'મુંબઈ સાગા' એક ફિલ્મ છે, તેથી તેની વાર્તામાં કલ્પનાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. આ ડોન ડી કે રાવના જીવનમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. જેઓ ડી કે રાવને નથી જાણતા, તેમના માટે એટલું જાણવું પૂરતું છે કે એક સમયે તેણે મુંબઈના અડધા ભાગ પર શાસન કર્યું હતું. પરંતુ એવું કહેવામાં આવે છે કે દાઉદ ઇબ્રાહિમ ખુદ તેની જીંદગી પાછળ છે. એક સમયે ડી કે રાવને છોટા રાજનનો જમણો હાથ માનવામાં આવતો હતો.
Ishaan Kishan ની ગર્લફ્રેન્ડ છે બોલ્ડ અને બ્યૂટીફૂલ, જીતી ચૂકી છે સુપર નેચરલનું ટાઈટલ
માટુંગાની ચૌલમાં થયો હતો જન્મ
ડી કે રાવનું નામ રવિ મલ્લેશ વોરા છે. રવિ મલ્લેશ વોરાનો જન્મ મુંબઇના માટુંગા વિસ્તારમાં ચૌલમાં થયો હતો. 80ના દાયકામાં, જ્યારે મુંબઇ આધુનિકતાની દોડમાં આગળ વધી રહ્યું હતું. ત્યારે રવિ મલ્લેશ પણ ડી કે રાવ બનવા તરફ આગળ વધી રહ્યો હતો. તે કદાચ અંડરવર્લ્ડનો એકમાત્ર ગુનેગાર છે. જેનો પોલીસ સાથે ત્રણ એન્કાઉન્ટર થયા હતા અને તે ત્રણેય વાર બચી ગયો હતો. ડી કે રાવ ડોન છોટા રાજન માટે કામ કરતો હતો. તેની સામે ખંડણી , બેંક લૂંટ, ખૂન, ધમકીઓ સહિત અનેકો કેસો છે.
આ અંગ પર તલવાળી મહિલાઓ હોય છે ખૂબ રોમેન્ટીક, જાણી શકાય છે આ ખાસ રહસ્ય
ઓક્ટોબર 2017માં ફરી થયો જેલ ભેગો, 23 વર્ષ વિતાવ્યા જેલમાં
રવિ મલ્લેશ વોરા ઉર્ફે ડી કે રાવે લગભગ 23 વર્ષ જેલના સળીયા પાછળ વિતાવ્યા છે. જુલાઈ 2016માં તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ, બિલ્ડર પાસેથી ખંડણી માંગવાના આરોપમાં ઓક્ટોબર 2017માં ફરીથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અગાઉ તેને રવિ મલ્લેશના નામથી ઓળખતી હતી. પરંતુ ઘણા વર્ષો પહેલાં, તે લેડી સિંઘમ તરીકે ઓળખાતા ઈન્સ્પેક્ટર મદુલા લાડ સાથેના એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો. તે દરમિયાન તેના ખિસ્સામાંથી બેંકનો નકલી આઈકાર્ડ મળી આવ્યો હતો. આમાં તેનું નામ ડી કે રાવ લખેલું હતું. ત્યારથી, તે અંડરવર્લ્ડમાં તે જ નામથી ઓળખાય છે.
Jaspreet Bumrah પહેલાં અનેક ક્રિકેટર્સનું પણ આવી ચૂક્યું છે એન્કર્સ પર દિલ, ક્લીન બોલ્ડ થઈને કરી લીધાં લગ્ન
રાજકારણમાં પ્રવેશ મેળવવાના કર્યા પ્રયત્ન
ડી કે રાવ વિશે બીજી એક રસપ્રદ વાત એ છે કે છેલ્લા બે દાયકામાં તેની સામે અનેક કેસો નોંધાયા છે. પણ તમામ કેસોમાં તે નિર્દોષ છુટી ગયો હતો. ત્યારબાદ તેને જુલાઈ, 2016માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે ડી કે રાવ રાજકારણની દુનિયામાં પગ મૂકવા માંગતો હતા. પરંતુ જેલ અને બેલના ચક્કરમાં કોઈ વાત આગળ વધી જ નહીં.
Photos: કાતિલ અદાઓ સાથે ફરી એક વખત જોવા મળી શ્વેતા તિવારી, ઈન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
7 ગોળીઓ વાગી, છતાં પણ બચ્યો જીવ
મુંબઈના સુપરકોપ ડી શિવાનંદને રાવનું એન્કાઉન્ટર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એવું કહેવામાં આવે છે કે 7 ગોળીઓ વાગ્યા છતાં તેનો જીવ બચ્યો હતો. દાદર વિસ્તારમાં આ એન્કાઉન્ટરમાં ચાર લોકો માર્યા ગયા હતા. ડી કે રાવનું પહેલું એન્કાઉન્ટર તત્કાલીન ઇન્સ્પેક્ટર અનિલ મહાબોલે સાથે 1991 અથવા 92માં થયું હતી. તે દિવસોમાં મહાબોલે નાગપડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા.
Beautiful Women Cricketers: હીરોઈનોને પણ ટક્કર મારતી સુંદર મહિલા ક્રિકેટરો, જોઈને તમે પણ થઈ જશો ક્લિન બોલ્ડ
બિલ્ડર પાસેથી માંગી હતી 50 લાખની ખંડણી
2017માં ડી કે રાવને એન્ટોપ હિલના એસઆરએ સંબંધિત પ્રોજેક્ટના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. જુલાઈ 2016માં ડી કે રાવ જ્યારે જેલની બહાર આવ્યો હતો. ત્યારે તેણે ફરીથી હપ્તા ઉઘરાવાની પ્રવૃત્તિઓ આગળ ધપાવી હતી. આ પછી, ડી કે રાવે સોસાયટી બનાવતા બિલ્ડર પાસે એક અઠવાડિયાના 50 લાખ રૂપિયા માંગ્યા હતા. આ અંગે બિલ્ડરના સલાહકારે ધારાવી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
HOLIDAY HOMES: મનાલીથી લઈને સ્વિટ્ઝરલેન્ડ સુધી આ બોલીવુડ સ્ટાર્સએ ખરીદી રાખ્યા છે ફાર્મહાઉસ
છોટા રાજનથી અલગ થઈને પોતાની ગેંગ બનાવી
એવું પણ કહેવામાં આવે છે કે છોટા રાજનને ભારત ડિપોર્ટ કર્યા બાદ ડી કે રાવે તેનાથી અલગ થયો હતો. અને તે તેની પોતાની ગેંગ ચલાવતો હતો. પરંતુ જે કેસમાં ડી કે રાવને 12 ઓક્ટોબર 2017ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે ગુન્હામાં મુંબઈ ક્રાઈમ બ્રાંચને તેમાં છોટા રાજનની ભૂમિકા જોવા મળી હતી.
Trending Photos