Work From Home પછી હવે આ નવું આવ્યું Work From Car! જુઓ ઓફિસ પોડ કારના PHOTOS

ઓફિસ પોડમાં આખુ કાર્યાલય એક ગાડીની અંદર રહેશે. આ ગાડીમાં અમેરિકી ફર્નિચર નિર્માતા હરમન મિલરની ખુરસી હશે તેમજ એક કોમ્પ્યુટર મોનિટર માટે ડેસ્ક સ્પેસ આપવામાં આવી છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના કાળમાં મોટા ભાગે ઓફિસ જતો વર્ગ ઘરે બેસીને જ કામ કરતો હતો. વર્ક ફોમ હોમ જાણે રૂટીન બની ગયુ હતુ. તેવામાં હવે કાર નિર્માતા નિસાને એક એવી કાર ડિઝાઈન કરી છે જેમાં કોઈ પણ વ્યક્તિ યાત્રા દરમિયાન ઓફિસનું તમામ કામ કરી શકે. આ કારનું નામ નિસાન ઓફિસ પોડ આપવામાં આવ્યું છે. 

 

1/4
image

ઓફિસ પોડમાં આખુ કાર્યાલય એક ગાડીની અંદર રહેશે. આ ગાડીમાં અમેરિકી ફર્નિચર નિર્માતા હરમન મિલરની ખુરસી હશે તેમજ એક કોમ્પ્યુટર મોનિટર માટે ડેસ્ક સ્પેસ આપવામાં આવી છે.

 

 

2/4
image

નિસાનનો આ નવો કોન્સેપ્ટ કૈંપર વેન છે જે રિમોટ વર્કિંગ માટે એક હોમ ઓફિસમાં બદલાઈ જાય છે. અત્યારે લોકોને કારની આ ડિઝાઈન ખુબ જ પસંદ આવી રહી છે. કોઈ પણ વ્યક્તિ ગાડીમાં બેસવાની સાથે સાથે રૂફની ઉપર પણ ઓફિસનું કામ કરી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

3/4
image

કેટલાક દિવસો પહેલા ટોકયોના વર્ચ્યૂલ ઓટો શોમાં નિસાન કંપનીએ  આ અનોખી ડિઝાઈનનો ખુલાસો કર્યો જેના ખુબ વખાણ થયા.

4/4
image

નિસાન મોટરની NV 350 કારવાં ઓફિસ પોડ કોન્સેપ્ટ છે જે ખાસ એક વાનના રૂપમમાં તૈયાર કરવામાં આવી છે. આ ડિઝાઈન એ લોકો માટે છે જે ઓફિસથી દૂર રહીને કામ કરે છે. સાથે જ યાત્રા દરમિયાન કામ કરતા હોય.