રાજપીપળાના NRI પરિવારનો અનોખો કૃષ્ણપ્રેમ, જન્માષ્ટમી પર્વે ભક્તો માટે લેસર શોનું આયોજન કર્યું

જયેશભાઈ દોશી/નર્મદા: જન્માષ્ટમી પર્વે લેસર શો ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓ સાથે ગીતા સાર ઉપદેશ અને બાળકોને ગમે એવા લેશર શોનું પણ આયોજન કરાયું છે.

1/7
image

રાજપીપળાના NRI પરિવાર આશિત બક્ષી દ્વારા રાજપીપળા નિર્મિત શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી ખાતે આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી કૃષ્ણ જન્મોત્સવ થી લઈને વિવિધ લીલાઓના લેસર શોની શરૂઆત ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે કરવામાં આવી હતી. હવે આ લેસર શૉ દરરોજ ચાલશે. 

2/7
image

આજના બાળકો વિડિઓ ગેમ અને વેબ સિરીઝમાં વધુ રસ દાખવતા હોય છે, ત્યારે ભારતની સંસ્કૃતિ શુ છે? ગીતા સાર શું છે? કેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને જન્મ લીધો? તેમની લીલાઓ કેવી હતી? તેનાથી આજની પેઢી અજાણ છે.

3/7
image

લોકો આ બધું સમજે અને જાણે એ માટે રાજપીપલા શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી દ્વારા આજે જન્માષ્ટમીના પાવન દિવસથી કૃષ્ણ લીલાનું લેઝર શો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ મનસુખ વસાવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધેશ્વર  સ્વામીજીની હાજરીમાં જન્માષ્ટમી પર્વે લેસર શો ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 

4/7
image

જેમાં શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓ સાથે ગીતા સાર ઉપદેશ અને બાળકોને ખૂબ ગમે એવા લેશર શોનું આયોજન કરાયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પણ આ મિરેકલ હવેલીની મુલાકાત લે અને લેસર શો માણે એવી આયોજકો અપીલ કરી હતી.

5/7
image

6/7
image

7/7
image