એક સમયે 40 રૂપિયામાં કરતો હતો મજૂરી, ઝૂંપડીમાં પણ રહ્યો, હવે કરોડોનો માલિક છે આ અભિનેતા

Who is This Actor: આજે અમે તમને એક એવા એક્ટર વિશે જણાવી રહ્યાં છીએ જે સાધારણ રોલમાં પણ એવો જીવ રેડી દે છે કે લોકો તેને જોવા ઉત્સુક થઈ જાય છે. 34 વર્ષનો આ હીરો એક્ટરની સાથે-સાથે સિવિલ એન્જિનિયર પણ છે અને આઈઆઈટી ખડકપુરથી અભ્યાસ કર્યો છે. પરંતુ શું તમે જાણો છો તેના જીવનમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે તે 40 રૂપિયામાં મજૂરી કરી રહ્યો હતો. જાણો એક્ટરની કહાની.
 

કોણ છે આ?

1/5
image

આ એક્ટર કોઈ અન્ય નહીં જિતેન્દ્ર કુમાર છે. જિતેન્દ્રને ટીવીએફ પિક્ચર્સની કોટા ફેક્ટરીના જીતૂ ભૈયાના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ પંચાયતનો સચિવ બની એ રીતે છવાયો કે ઘર-ઘરમાં જાણીતો થઈ ગયો. આ વેબ સિરીઝ સિવાય તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મોમાં જાદૂગર, ચમન બહાર, લંતરાની અને શુભ મંગલ જ્યાદા સાવધાન પણ છે. ખાસ વાત છે કે શુભ મંગલ જ્યાદા સાવધાનમાં તેણે આયુષ્માન ખુરાનાની ઓપોઝિટ ગે બોયફ્રેન્ડનો રોલ પ્લે કર્યો હતો.

રાજસ્થાનનો રહેવાસી

2/5
image

જિતેન્દ્ર રાજસ્થાનનો રહેવાસી છે. બાળપણમાં રામલીલામાં એક્ટિંગ કરતો હતો અને ઘણા સિતારાઓની મિમિક્રી કરતો હતો. તે ભણવામાં પણ હોશિયાર હતો.

ઝૂંપડીમાં પણ રહ્યો

3/5
image

અભિનેતાએ તાજેતરમાં સાયરસ બ્રોચાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ઘણી બધી વાતો કહી. જિતેન્દ્રએ જણાવ્યું કે એક સમય હતો જ્યારે તે ઝૂંપડીમાં પણ રહેતો હતો. અભિનેતાએ કહ્યું કે તેનો આખો પરિવાર ત્યાં રહેતો હતો. અમારી પાસે કાયમી ઘર પણ હતું.

ત્રણેય છે સિવિલ એન્જિનિયર

4/5
image

કાકા, પિતા અને હું સિવિલ એન્જિનિયર છીએ. જે પાક્કા મકાન હતા તેમાં વધુ બે રૂમ બન્યા હતા. તેથી મારો પરિવાર છ-સાત મહિના માટે ઝૂંપડીમાં રહેવા જતો રહ્યો હતો.

 

40 રૂપિયા મળતી હતી મજૂરી

5/5
image

હંમેશા ગરમીઓની રજામાં પેન્ટર કે સુથારી કામ સાથે કરતો હતો. ત્યારે દરરોજ 40 રૂપિયાની મજૂરી મળતી હતી. જ્યારે આ વાત પિતાને ખબર પડી તો તેઓ મને ખિજાયા. તે સમયે હું 11 કે 12 વર્ષનો હતો. હું મજૂરોની મદદ કરતો હતો. આજે તેની નેટવર્થ આશરે 7 કરોડ છે.