Photos: એરપોર્ટ પર પહોંચેલા DeepVeerએ હાથ જોડીને કહ્યું, થેંક્સ....

લેક કોમોમાં લગ્ન રચાવ્યા બાદ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પરત ભારત ફર્યાં છે. મુંબઈ એરપોર્ટ પર મીડિયા અને ફેન્સએ ન્યૂલી વેડ કપલનું જોરદાર સ્વાગત કર્યું હતું. દીપિકા અને રણવીર એકવાર ફરીથી મેચિંગ મેચિંગ લૂકમાં નજર આવ્યા. લગ્ન બાદ દીપિકાના ચહેરાનો ગ્લો જોવા જેવો બન્યો છે. લાલ સિંદુર, ચૂડા અને બનારસી રેડ કલરના દુપટ્ટામાં સજેલી દીપિકા એકદમ દેશી લુકમાં દેખાઈ રહી છે. 
 

મુંબઈ ફર્યા દીપિકા-રણવીર

1/6
image

દીપિકા બદામી કલરના સૂટ અને રેડ કલરના બનારસી દુપટ્ટામાં બહુ જ પ્રિટી લાગી રહી છે. દીપિકાની માંગમાં લાલ સિંદુર, બિન્દી અને ગળામાં મંગળસૂત્ર તેના લૂકને પૂરુ કરે છે. 

એરપોર્ટ પર થયું સ્વાગત

2/6
image

હાથમાં હાથ પકડેલ દીપિકા-રણવીર મુંબઈ એરપોર્ટ પર જબરદસ્ત સ્વાગત થયું છે. ઈટલીમાં થયેલ હાઈપ્રોફાઈલ લગ્ન બાદ ન્યૂલી મેરિડ કપલ દેશમાં પરત ફર્યું છે.

કોંકણી અને સિંધી વિધીમાં થયા લગ્ન

3/6
image

14 અને 15 નવેમ્બરના રોજ બે રીત-રિવાજથી બંનેએ લગ્ન કર્યા હતા. જેની તસવીરો ગુરુવારે બંનેએ શેર કરી હતી. કોંકણી અને સિંધી રિવાજમાં બંનેએ મેચિંગ કપડા પહેર્યા હતા. દીપિકા અને રણવીર મેડ ફોર ઈચ અધર દેખાયા હતા. બંનએ ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કરેલ ડ્રેસ પહેર્યા હતા. 

મુંબઈ અને બેંગલુરુમાં રિસેપ્શન

4/6
image

હવે આ કપલે મુંબઈમાં 28 નવેમ્બરના રોજ હોટલ ગ્રાન્ડ હયાતમાં અને 21 નવેમ્બરના રોજ દિપીકાના હોમટાઉન બેંગલુરુમા રિસેપ્શન પાર્ટી યોજાશે. 

દીપિકાની સગાઈની અંગૂઠી

5/6
image

ઉલ્લેખનીય છે કે, લગ્નની વિધી દરમિયાન ફોટોઝમાં દીપિકાના મહેંદીવાળા હાથમાં સગાઈની અંગૂઠી સ્પષ્ટ દેખાય છે. અંગૂઠીની રિયલ કિંમત તો જાણવા નથી મળી, પણ કહેવાય છે કે તે સિંગલ સોલિટેયર સ્કેવર ડાયમંડ રિંગની કિંમત લગભગ 3 કરોડ રૂપિયાની આસપાસ છે. 

20 લાખનું મંગળસૂત્ર

6/6
image

લગ્ન પહેલા દીપિકાએ લગભગ એક કરોડના દાગીનાની ખરીદી કરી હતી. તો બીજી તરફ, રણવીરે દીપિકાને 20 લાખનું મંગળસૂત્ર પહેરાવ્યું હોવાનું કહેવાય છે.