PM Kisan: ખેડૂતોને Budget 2021માં મળી શકે છે આ ભેટ, જાણો શું થઈ શકે છે ફાયદો

ત્રણ કૃષિ કાયદાના કારણે દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા કિસાન આંદોલન વચ્ચે બજેટમાં સરકાર કિસાનોના હિતમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. સમાચાર મળી રહ્યા છે કે, પીએમ કિસાનની 6,000 રૂપિયા વર્ષની રકમમાં વધારો કરી શકે છે.

Budget 2021/ PM Kisan: 1 ફેબ્રુઆરીના નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કરશે. તેની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. આ વખતે ખેડૂતોને લઇને સરકારનો સંપૂર્ણ ફોકસ છે. ત્રણ કૃષિ કાયદાના કારણે દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા કિસાન આંદોલન વચ્ચે બજેટમાં સરકાર કિસાનોના હિતમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. સમાચાર મળી રહ્યા છે કે, પીએમ કિસાનની 6,000 રૂપિયા વર્ષની રકમમાં વધારો કરી શકે છે.

ડિસેમ્બર 2018માં શરૂ થઈ હતી આ યોજના

1/4
image

આ યોજના 1 ડિસેમ્બર 2018 ના શરૂ કરવામાં આવી હતી અને તેના અંતર્ગત વર્ષમાં ત્રણ વખત બે-બે હજાર રૂપિયાના હપ્તાના રૂપમાં છ હજાર રૂપિયા કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં જમા કરે છે. આ ફાયદો તમામ ખેડૂતોને મળે છે. આ યોજના અંતર્ગત એપ્રિલ-જુલાઈ, ઓગસ્ટ-નવેમ્બર અને ડિસેમ્બર-માર્ચની સમયમર્યાદામાં ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિ વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ યોજનાના 11.47 કરોડ લાભાર્થી છે.

500 રૂપિયા મહિનાનો હપ્તો એકદમ ઓછા છે

2/4
image

સરકાર ખેડૂતોને વર્ષમાં 6,000 રૂપિયા આપે છે, તે પણ 2,000-2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં. એટલે કે મહિનામાં 500 રૂપિયા જ ખેડૂતોને મળે છે. ખેડૂતોનું કહેવું છે કે, પીએમ કિસાન યોજના અંતર્ગત જે રકમ મળે છે તે પ્રતિ મહિને 500 રૂપિયા છે જે એકદમ ઓછી છે. 1 વીધામાં પાક લેવા માટે લગભગ 3-3.5 હજાર રૂપિયાનો ખર્ચ થયા છે અને ઘઉંનો પાક લેવામાં લગભગ 2-2.5 હજાર રૂપિયા ખર્ચ થયા છે. એવામાં વધારે જમીન ધરાવતા ખેડૂતો માટે છ હજાર રૂપિયા ઘણી ઓછી સહાયતા રકમ છે. એવામાં રકમમાં વધારો થવો જોઇએ જેથી ખર્ચાને પૂરા કરી શકાય.

6,000 રૂપિયાથી વધારી 10,000 થઈ શકે છે રકમ

3/4
image

એક્સપર્ટ્સનું માનવું છે કે, કૃષિ કાયદાના વિરોધમાં એકઠા થયેલા ખેડૂતોને ખુશ કરવાના ઉદેશ્યથી નાણામંત્રી નિર્મલા સીતારમણ આવનારા બજેટમાં તેમના હિતમાં નિર્ણય લઈ શકે છે કે, સરકાર કિસાન સન્માન નિધિ અંતર્ગત મળતી રકમને 6 હાજરથી વધારી 10 હજાર સુધી કરી શકે છે.

સરકાર વધારી શકે છે 6 હજાર રૂપિયાની રકમ

4/4
image

1. કેન્દ્ર સરકાર કિસાન સન્માન નિધિ અંતર્ગત 6 હજાર રૂપિયાનો હપ્તામાં વધારો કરી શકે છે. આ વખતે વજેટમાં કિસાનોએ સરકાર સાથે આ માંગ કરી છે કે, આ રકમ ખેતી માટે પૂરતી નથી અને તેમાં વધારો કરવામાં આવે. નાણાકીય વર્ષ 2019-20 માટે બજેટ એસ્ટીમેટ (BE) લગભગ 1.51 લાખ કરોડ રૂપિયા હતું જે આગામી વર્ષ 2020-21માં વધારી લગભગ 1.54 લાખ કરોડ રૂપિયા કરાયું હતું.

2. આ ઉપરાંત ગ્રામીણ વિકાસ માટે ફાળવણી પણ 2019-20 માં લગભગ 1.40 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 2020-21 માં વધારી 1.44 લાાખ કરોડ રૂપિયા કરી છે. પીએમ કૃષિ સંચાઈ યોજના અંતર્ગત 2019-20 માં 9682 કરોડથી વધારી 2020-21માં 11,127 કરોડ રૂપિયા અને પીએમ ફસલ વીમા યોજના અંતર્ગત 2019-20 માં 14 હજાર કરોડ રૂપિયાથી વધારી 2020-21 માં 15,595 કરોડ રૂપિયા કર્યું છે.