ભારતમાં આ વિશાળ મંદિરની અંદર પણ વસેલું છે એક શહેર, શું તમે જાણો છો? ખાસ જુઓ Photos
22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ક રતા પહેલા પીએમ નરેન્દ્ર મોદી 11 દિવસનું વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે. જે હેઠળ તેઓ દેશના પ્રમુખ મંદિરોમાં દર્શન અને પૂજાપાઠ કરી રહ્યા છે અને યમનિયમોનું પાલન કરીને વ્રત પણ કરી રહ્યા છે. જે હેઠળ 20 જાન્યુઆરીના રોજ પીએમ મોદી ત્રિચી શ્રીરંગમમાં શ્રી રંગનાથસામી મંદિર પહોંચશે. તે દેશના મોટા મંદિરોમાંથી એક છે અને ખુબ જ ભવ્ય મંદિર છે.
વિશાળ મંદિર
પીએમ મોદી દક્ષિણ ભાતરના શ્રી રંગનાથસામી મંદિરમાં પૂજાપાઠ કરશે. આ મંદિર ખુબ જ વિશાળ છે અને 156 એકરમાં ફેલાયેલું છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિરમાં મૂર્તિથી લઈને મંદિરની વિશાળતા, સુંદરતા, ભવ્યતા, વગેરે બધુ જ ખાસ છે.
મંદિરની અંદર શહેર
શ્રી રંગનાથસ્વામી મંદિર પ્રાચીન મંદિર છે અને 631,000 મીટર સ્ક્વેરમાં ફેલાયેલું છે. એવું કહી શકાય કે આ મંદિર પરિસરમાં જ અંદર આખું એક શહેર જાણે વસેલું છે. હકીકતમાં મંદિરના પટાંગણની અંદર માત્ર હોટલ અને સામાન્ય દુકાનો નહં પરંતુ રહેવા માટે પૂરું રેસિડેન્શિયલ પ્લેસ, મોટું માર્કેટ સહિત અનેક સુવિધાઓ છે. આ મંદિરની અંદર 49 ધાર્મિક સ્થળ પણ બનેલા છે. જે ભગવાન વિષ્ણુને જ સમર્પિત છે.
ભગવાન વિષ્ણુની સૂતેલી પ્રતિમા
ભગવાન વિષ્ણુને દક્ષિણમાં શ્રી રંગનાથસ્વામી પણ કહે છે. આ મશહૂર મંદિર શ્રી રંગનાથસ્વામી મંદિરમાં ભગવાન વિષ્ણુની શેષનાગની શૈય્યા પર સૂતા વિશાળ પ્રતિમા છે.
1000 સ્તંભો પર બનેલું છે મંદિર
આ મંદિરનું વાસ્તુશિલ્પ તમિલ શૈલી પર આધારિત છે. મંદિર 21 ગોપુરમ (દ્વાર) અને 1000 સ્તંભો પર બનેલું છે. જો કે હવે તેના 953 સ્તંભો જ દેખાય છે. આ પ્રાચીન મંદિરને ગ્રેનાઈટ પથ્થરોથી વિજયનગર કાળ (1336-1565)માં બનાવવામાં આવ્યું હતું.
ભારતનું સૌથી ઊંચુ મંદિર
શ્રી રંગનાથસ્વામી મંદિર ભારતનું સૌથી ઊંચુ મંદિર છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન રામે લાંબા સમય સુધી પૂજા કરી હતી. રાવણ વધ બાદ તજ્યારે ભગવાન રામ લંકાને વિભિષણના હાથમાં સોંપીને પાછા ફરી રહ્યા હતા ત્યારે અહીં પ્રભુ રામના રસ્તામાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા હતા અને તેમણે આ જગ્યા પર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી અહીં વિષ્ણુજીની પૂજા થઈ રહી છે.
Trending Photos