રાષ્ટ્રપતિએ કર્યું સરદારને નમન!! Photosમાં જુઓ તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ હોઈ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  પ્રાર્થના સભા આયોજિત કરાઈ હતી. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે વેલી ઓફ ફ્લાવર જઇ સરદાર પટેલની સ્મૃતિમાં વૃક્ષારોપણ કર્યુ હતું. તેમજ કેવડિયા ખાતે 20 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલવે સ્ટેશનનું ખાત મૂહુર્ત પણ કર્યું હતું. 
 

1/6
image

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશ્વની વિરાટતમ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમની સાથે રેલવે મંત્રી પિયુષ ગોયલ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય સરદારની પ્રતિમાના ચરણસ્પર્શ કર્યા હતા. 

2/6
image

ત્યાર બાદ રાષ્ટ્રપતિએ વ્યૂઈંગ ગેલેરીમાં જઈને ઊંચાઈથી આસપાસનો નજારો માણ્યો હતો. તેમણે મ્યૂઝિયમની પણ મુલાકાત લીધી હતી.   

3/6
image

આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સરદાર પટેલના પરિવારજનોને પણ મળ્યા હતા. લોખંડી પુરુષની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત પ્રાર્થના સભામાં સરદાર પટેલના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

4/6
image

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કેવડિયા ખાતે પ્રસ્તાવિત રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે ભૂમિપૂજન કર્યું હતું. આ રેલવે સ્ટેશન દેશનું પહેલું ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન બનશે. આ રેલવે સ્ટેશન સપ્ટેમ્બર 2019 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. અંદાજીત 20 કરોડનાં ખર્ચે આ રેલવે સ્ટેશનનું નિર્માણ થશે, જેનાથી કેવડિયાના લોકોને ટ્રાન્સપોર્ટેશનનો નવો માર્ગે મળી રહેશે. 

5/6
image

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત આશરે 1 લાખથી વધુ પર્યટકોએ લીધી. પરંતુ આ વિસ્તારમાં વાહન વ્યવહારની મોટી તકલીફ સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખીને અહિં આધુનિક રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. જેને પગલે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે સાથે જ સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થશે.

6/6
image

રાષ્ટ્રપતિની મુલાકાત વેળાએ વેલી ઓફ ફ્લાવર્સને ખાસ રીતે સજાવવામાં આવી હતી.