હવે આંધી, તોફાન અને પૂરને રોકી શકાશે! ભારત કરવા જઈ રહ્યું છે સૌથી મોટો આ ચમત્કાર
Weather Updated: તમને આ અશક્ય લાગી રહ્યું છે પણ ભારત સરકાર વરસાદી પૂર અને દુકાળને પણ હવે મેનેજ કરી શકશે. મોદી સરકારે મિશન મૌસમ હેઠળ ઈચ્છા મુજબ વરસાદ વરસાવવા અથવા રોકવાના પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે.
હવામાન વિભાગ (IMD) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે મળીને ChatGPT જેવી એપ 'મૌસમ GPT' વિકસાવશે અને લોન્ચ કરશે. જેનાથી આગામી પાંચ વર્ષમાં હવામાનની માહિતી લેખિત અને ઑડિયો બંને સ્વરૂપે ઝડપથી મેળવવામાં મદદ મળશે.
સ્વતંત્રતા દિવસની ઉજવણી કે અન્ય કોઈ કાર્યક્રમ દરમિયાન વરસાદ ન પડે તે સુનિશ્ચિત કરવાનું હવે તમારા હાથમાં રહેશે. જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ વરસાવી શકાશે હવે કુદરતને મેનેજ કરવાનું કામ સરકાર કરી રહી છે. એ જ રીતે પૂર દરમિયાન શહેરોમાં વરસાદ પડતો રોકી શકાશે.
દેશના હવામાનશાસ્ત્રીઓને આશા છે કે આગામી પાંચ વર્ષમાં તેમની પાસે એટલી કુશળતા હશે કે તેઓ માત્ર વરસાદમાં વધારો જ નહીં, પરંતુ કેટલાક વિસ્તારોમાં કરા અને વીજળીના ચમકારા સાથે વરસાદને પણ અટકાવી શકશે. આ મિશનનો ઉદ્દેશ્ય ભારતની આબોહવાને સ્માર્ટ અને હવામાન માટે તૈયાર કરવાનો છે જેથી વાદળ ફાટવા સહિતની હવામાનની કોઈ ઘટનાને અવગણી ન શકાય. આ સાથે, ChatGPTના આધારે મૌસમ જીપીટી પણ બનાવવામાં આવશે જે વિવિધ ફોર્મેટમાં તાત્કાલિક હવામાનની માહિતી પ્રદાન કરશે.
મોદી સરકારનું મિશન હવામાન
વાસ્તવમાં, દેશ હવે આબોહવા પરિવર્તનને કારણે વરસાદની પેટર્નમાં થતા ફેરફારોનો સામનો કરવા માટે તૈયાર થઈ રહ્યો છે. મિશન મૌસમ દ્વારા 2026 સુધીમાં તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે. આ પછી તેનો બીજો તબક્કો શરૂ થશે. નરેન્દ્ર મોદી સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે આ મિશનની જવાબદારી લીધી છે.
પ્રથમ તબક્કામાં ક્લાઉડ ચેમ્બર બનાવીને વાદળો પર અનેક પ્રકારના સંશોધનો કરવામાં આવશે. જેમાં વાદળોના કારણે થતા વરસાદને ઓછો કરવાની તૈયારીઓ સાથે વધુ વરસાદ વહન કરતા વાદળોને એવા વિસ્તારો તરફ મોકલવાના પ્રયાસો કરવામાં આવશે જ્યાં દુષ્કાળ અથવા ઓછો વરસાદની સ્થિતિ છે. આટલું જ નહીં આગાહી બદલવા માટે 2026 સુધીમાં દેશમાં રડારની સંખ્યા વધારીને 100 કરવામાં આવશે.
હાલમાં દેશમાં 39 રડારનું નેટવર્ક છે. મિશન મૌસમ હેઠળ તેને 2026 સુધીમાં વધારીને 100 રડાર કરવામાં આવશે. 25 રડાર માટે ઓર્ડર આપવામાં આવ્યા છે અને 20 જલ્દી જ ડિલિવર કરવામાં આવશે. રડારની સાથે વિન્ડ પ્રોફાઈલર્સનું નેટવર્ક પણ વિસ્તરણ કરવામાં આવશે એમ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સેક્રેટરી ડો. એમ. રવિચંન્દ્રને જણાવ્યું હતું.
ક્લાઉડ ચેમ્બરમાં વાદળો પર રિસર્ચ
મંત્રાલયના સચિવ ડૉ. એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે, આઇઆઇટીએમ પુણેમાં આ અંતર્ગત ક્લાઉડ ચેમ્બર બનાવવામાં આવશે. અહીં વાદળો પર રિસર્ચ કરવામાં આવશે. જેમાં વાદળો પર અનેક પ્રકારના પ્રયોગો કરવામાં આવશે. અધિકારીના જણાવ્યા અનુસાર વાદળનો આધાર સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી એકથી દોઢ કિલોમીટર દૂર રહે છે. પરંતુ તેમની ઊંચાઈ 12 થી 13 કિલોમીટર સુધીની હોઈ શકે છે.
મિશન મૌસમ હેઠળ, દેશને ઊંચાઈ પર થઈ રહેલા ફેરફારો માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આમાં, ભેજ, પવનની ગતિ અને તાપમાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. વાદળોની ગીચતા ઘટાડવા માટે જ્યાં વરસાદ ઓછો હોય તેવા વિસ્તારોમાં વધુ વરસાદ વહન કરતા વાદળો મોકલવાનો પ્રયાસો કરવામાં આવશે.
Trending Photos