સચિન, સિદ્ધુ, ઇમરાનથી લઈને રાયડુ સુધી, રાજકીય પિચ પર ઉતરનારા ખેલાડીઓનું લાંબુ છે લિસ્ટ
Players in Politics : ભારતના પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગમોહન રેડ્ડીની હાજરીમાં તેમની પાર્ટી વાઈએસઆરસીપી જોઈન કરી લીધી છે. રમત છોડીને રાજનીતિમાં જનાર ખેલાડીઓનું લિસ્ટ લાંબુ છે, જેમાં માત્ર ભારત જ નહીં, પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સુધીના ખેલાડીઓ સામેલ છે.
અંબાતી રાયડુની રાજનીતિમાં એન્ટ્રી
ભારતના પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ ગુરૂવારે રાજકીય ઈનિંગની શરૂ કરી હતી. તેણે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગમોહન રેડ્ડીના આવાસ પર વાઈએસઆરસીપી પાર્ટી જોઈન કરી છે.
સચિન તેંડુલકર
ભારતનો મહાન બેટર સચિન તેંડુલકર પણ રાજનીતિની પિચ પર ઈનિંગ રમી ચુક્યો છે. તે રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. પરંતુ તે એક્ટિવ પોલિટિક્સમાં ઉતર્યો નહીં.
ગૌતમ ગંભીર
અનુભવી ઓપનર ગૌતમ ગંભીર, જે T20 અને ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય હતા, તે લોકસભાના સાંસદ છે. તેઓ સંસદમાં પૂર્વ દિલ્હી લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે.
હરભજન સિંહ
પૂર્વ ભારતીય ઓફ સ્પિનરે પણ ક્રિકેટ છોડી રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. હરભજન સિંહ આમ આદમી પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ છે.
ઇમરાન ખાન
પાકિસ્તાનને 1992માં વિશ્વ વિજેતા બનાવનાર ઈમરાન ખાને પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ નામની પાર્ટી બનાવી હતી. તે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પણ બન્યા હતા.
અર્જુન રણતુંગા
1996માં વનડે વર્લ્ડ કપમાં શ્રીલંકાની આગેવાની કરનાર પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા સંસદના સભ્ય પણ રહી ચૂક્યા છે.
નવજોત સિંહ સિદ્ધુ
વર્ષ 2004માં પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને તે જ વર્ષે અમૃતસરથી લોકસભાની ચૂંટણી લડી. તેઓ ચૂંટણી જીત્યા અને 2014 સુધી આ બેઠક પર રહ્યા. તેમને 2016 માં પંજાબથી રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા, તે જ વર્ષે તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટી છોડી દીધી હતી. 2017 માં, તેઓ કોંગ્રેસમાં જોડાયા અને અમૃતસર પૂર્વથી પંજાબ વિધાનસભામાં ચૂંટાયા. તેઓ પંજાબમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
મોહમ્મદ અઝહરુદ્દીન
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને કોંગ્રેસની ટિકિટ પર 2009માં ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી લોકસભાની ચૂંટણી લડી અને જીત્યા. તેઓ 2018માં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ પણ હતા.
કીર્તિ આઝાદ
પૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદ 15 વર્ષથી લોકસભાના સાંસદ છે. તેમણે અનેક પક્ષોનું પ્રતિનિધિત્વ પણ કર્યું. તેમના પિતા ભાગવત આઝાદ બિહારના સીએમ રહી ચૂક્યા છે.
મુશરફે મુર્તઝા
બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટર મશરફે મોર્તઝા પણ રાજકીય મેદાનમાં ઉતર્યા હતા. તેઓ હાલમાં બાંગ્લાદેશમાં સંસદ સભ્ય છે.
Trending Photos