Narendra Modi Stadium: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કેમ રાખવામાં આવ્યું? જાણો કારણ

ગુજરાતના અમદાવાદમાં આવેલું મોટેરા સ્ટેડિયમ હવે દેશની સાથે સાથે દુનિયાનું પણ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ચૂક્યું છે. આ સ્ટેડિયમનું નામ પણ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહેશે. જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ હેઠળ આવશે.

ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં આવેલું મોટેરા સ્ટેડિયમ હવે દેશની સાથે સાથે દુનિયાનું પણ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ચૂક્યું છે. આ સ્ટેડિયમનું નામ પણ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહેશે. જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ હેઠળ આવશે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ હેઠળ ક્રિકેટ ઉપરાંત ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી,  બોક્સિંગ અને લોન ટેનિસ સહિત તમામ ખેલ માટે પણ જગ્યા રહેશે. કહેવાય છે કે ઓલિમ્પિકમાં થનારા તમામ ખેલોને ધ્યાનમાં રાખીને આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. સ્ટેડિયમની સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્પોર્ટ્સ એન્ક્લેવની પણ આધારશિલા રાખી. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેડિયમ દેશને કર્યું સમર્પિત, કહ્યું-સ્ટેડિયમ પીએમ મોદીની કલ્પના

1/5
image

આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ હેઠળ બનેલા વિશાળ સ્ટેડિયમમાં 1.32 લાખ દર્શકો મેચ નીહાળી શકે તેવી વ્યવસ્થા છે. અત્યાર સુધી કોલકાતાનું ઈડન ગાર્ડન દેશનું સૌથી મોટું સ્ટેડિયમ હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેડિયમને જનતાને સમર્પિત કરતા કહ્યું કે આ સ્ટેડિયમ પીએમ નરેન્દ્ર મોદીની કલ્પના છે. જે અંગે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે તેમણે વિચાર્યું હતું. ત્યારે તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ હતા. 

નામકરણ સાથે જ વિરોધ શરૂ

2/5
image

અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું અને હવે આ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' (Narendra Modi Stadium) રાખવામાં આવ્યું ત્યારબાદ અનેક જગ્યાએ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. વિપક્ષ આકરા પ્રહાર કરી રહ્યો છે. 

સ્ટેડિયમનું નામ કેમ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'? અમિત શાહે જણાવ્યું કારણ

3/5
image

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતિન પટેલ, ખેલમંત્રી કિરણ રિજિજૂની હાજરીમાં સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું. આ અવસરે  ગૃહમંત્રી અમિત શાહે સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેમ રાખવામાં આવ્યું તેનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 'અમે આ સ્ટેડિયમનું નામ પ્રધાનમંત્રીજીના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે કારણ કે તે મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.'

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આપ્યો જવાબ

4/5
image

નવા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી પર રખાયા બાદ શરૂ થયેલા વિવાદ પર નીતિન પટેલે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, અમિતભાઈ શાહની સ્ટેડિયમ બનાવવામાં પાયાની ભૂમિકા છે. આજે આ સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું છે. દેશને ગૌરવ અપાવે તેવું સ્ટેડિયમ બનાવી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા સ્ટેડિયમનું નામ  'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' (Narendra Modi Stadium) નામકરણ કરવામાં આવ્યું છે.   

બે મહાન નેતાઓએ ગુજરાતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું-નીતિન પટેલ

5/5
image

નીતિન પટેલે કહ્યુ કે, સરદાર વલ્લભભાઈ પણ ભારતના ઘડવૈયા તેમના નામના સ્પોર્ટ્સ એન્કલેવનું રાષ્ટ્રપતિના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ રમત સંકુલ નામ આપવામાં આવ્યું. વિશ્વ કક્ષાની તમામ વ્યવસ્થાઓ રમતગમત સંકુલમાં ઉભી કરાશે.આ સંકુલમાં ભારત સરકારનો પણ સહયોગ પ્રાપ્ત થવાનો છે. એ મહાન બે મહાન નેતાઓએ ગુજરાતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર ભાઈ મોદીના નામ સંકુલો સાથે જોડવામાં આવ્યા છે.