દિવાળીના દિવસે આ પશુ પક્ષીમાંથી કોઈ એક જો તમને જોવા મળે તો બેડો પાર...ભાગ્ય ચમકી જશે

. શાસ્ત્રો મુજબ દિવાળીની સાંજે  આ વસ્તુઓ જોવાથી સૂતેલું ભાગ્ય જાગે છે. 

નવી દિલ્હી: દિવાળીનો તહેવાર સમગ્ર દુનિયામાં ધૂમધામથી ઉજવાય છે. આ પાવન પર્વની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. દિવાળી પર માતા લક્ષ્મીનું પૂજન થાય છે. જેનાથી માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ, અને યશની ક્યારેય કમી આવતી નથી. આજે અમે તમને એવી  વિશે જણાવીશું જે તમે દિવાળીની સાંજે જોશો તો શુભ ફળ મળશે. શાસ્ત્રો મુજબ દિવાળીની સાંજે  આ વસ્તુઓ જોવાથી સૂતેલું ભાગ્ય જાગે છે. 

ગાય

1/5
image

હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો મળેલો છે. કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. શાસ્ત્રો મુજબ જો તમને દિવાળીની સાંજે કેસરી રંગની ગાયના દર્શન થાય તો સમજી લેવું કે દેવી દેવતાઓના આશીર્વાદ તમારી સાથે છે. હકીકતમાં કેસરિયા રંગને દેવી દેવતાઓ સાથે જોડવામાં આવે છે. કેસરી રંગની ગાયના દર્શન માત્રથી મુશ્કેલીઓથી છૂટકારો મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. 

છછૂંદર

2/5
image

શાસ્ત્રો મુજબ દિવાળીના દિવસે જો તમારા ઘરમાં છછૂંદર આવે તો ખુબ શુભ મનાય છે. આ દિવસે છછૂંદર દેખાવવાનો અર્થ એ છે કે તમે ખુબ ભાગ્યશાળી છો અને ધન સંબંધિત તમારી સમસ્યાઓ દૂર થવાની છે. 

ઘૂવડ

3/5
image

ઘૂવડ માતા લક્ષ્મીનું વાહન છે. તે રાતે જાગે છે અને દિવસે સૂતું હોય છે. આથી જો તમને દિવાળીના દિવસે માતા લક્ષ્મનું પૂજન કર્યા બાદ ઘૂવડ જોવા મળે તો તે ખુબ શુભ સંયોગ મનાય છે. દિવાળી પર ઘૂવડ દેખાય તો ધીરે ધીરે તમને કષ્ટમાંથી મુક્તિ મળશે અને ઘરમાં ખુશીઓનો વાસ થશે.   

કાળી બિલાડી

4/5
image

જ્યારે તમારા ઘરમાં કાળી બિલાડી આવતી હશે તો તમે તેને ડરાવીને ભગાડી દેશો. પરંતુ પુરાણોમાં દિવાળીના દિવસે બિલાડી ઘરમાં આવે તો શુભ મનાય છે. એમા પણ કાળી બિલાડી લક્ષ્મી પૂજનના દિવસે તમારા ઘરમાં આવે તો જાણે ભયો ભયો. દિવાળી પર કાળી બિલાડીના પગ પડતા જ આખું વર્ષ ધનની કમી જ્યારે મહેસૂસ થશે નહીં. જો તમે દિવાળી પર કાળી બિલાડીને મારીને ભગાડશો તો તમારે માતા લક્ષ્મીનો પ્રકોપ સહન કરવો પડી શકે છે. 

ગરોળી

5/5
image

આપણે જોઈએ  છીએ કે લોકો ગરોળીથી ડરતા હોય છે. પરંતુ જો લક્ષ્મી પૂજન બાદ ઘરના કોઈ પણ ભાગમાં ગરોળી જોવા મળે તો તેને લક્ષ્મી માતા પ્રસન્ન થયા હોવાનો સંકેત મનાય છે. પુરાણો મુજબ આમ થવાથી તમારા બગડેલા કામ આપોઆપ પૂર્ણ થવા માડે છે.