28 ફેબ્રુઆરીથી આ જાતકોના સિતારા ચમકશે, શનિ દેવ થશે અસ્ત, ધન-સંપત્તિમાં થશે વધારો, જીવનમાં આવશે ખુશીઓ
Shani Ast 2025: કર્મફળ દાતા શનિ 28 ફેબ્રુઆરીએ સાંજે 7 કલાકે કુંભ રાશિમાં અસ્ત થઈ જશે અને 37 દિવસ આ અવસ્થામાં રહી કર્ક સહિત અન્ય જાતકો માટે શુભ સાબિત થશે.
શનિ અસ્ત 2025
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવગ્રહમાંથી શનિને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે જાતકોને તેના કર્મો પ્રમાણે સારા કે ખરાબ ફળ આપે છે. શનિ સૌથી ધીમી ગતિથી ચાલનાર ગ્રહ છે, જે એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે અને બીજીવાર આવવામાં 30 વર્ષનો સમય લાગે છે. આ સમયમાં શનિ ઉદય અને અસ્ત પણ થાય છે જેની અસર દરેક જાતકો પર પડે છે. મહત્વનું છે કે શનિ 28 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં અસ્ત થશે અને આ અવસ્થામાં તે મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના કુંભ અને મીન રાશિમાં અસ્ત થવાથી કેટલાક જાતકોને લાભ થશે, તો કેટલાક જાતકોએ સાચવીને રહેવાની જરૂર છે. આવો જાણીએ કર્મફળ દાતા શનિના અસ્ત થવાથી કયા જાતકોને લાભ થઈ શકે છે.
વૈદિક જ્યોતિષ અનુસાર કર્મફળદાતા શનિ 28 ફેબ્રુઆરીએ સાંજે 7 કલાક 1 મિનિટે અસ્ત થશે અને 37 દિવસ સુધી અસ્ત અવસ્થામાં રહી 6 એપ્રિલ 2025ના ઉદિત થઈ જશે.
કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું લાભકારી રહી શકે છે. આ રાશિમાં શનિ આઠમાં ભાવમાં અસ્ત થવાના છે. જેના કારણે આ જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. નવી નોકરીની તક મળી શકે છે. પૈતૃક સંપત્તિથી ધનલાભ થઈ શકે છે. વેપારના ક્ષેત્રમાં સમય મિશ્રિત રહેશે. કોઈપણ નિર્ણય વિચારીને લેવો, જે તમારા માટે સારૂ રહેશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે શનિ ત્રીજા ભાવમાં અસ્ત થવાના છે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આ સાથે તમે કામથી સંતુષ્ટ જોવા મળી શકે છે. ભાઈ-બહેનનો સાથ મળી શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે. તમારા કામની પ્રશંસા થઈ શકે છે. આ સાથે તમને ઈન્સેટિવ અને બોનસ મળી શકે છે. વેપારના ક્ષેત્રની વાત કરીએ તો લાંબા અંતરની યાત્રાઓ કરી શકો છો. તેવામાં તમારા ઘણા ઉદ્દેશ્ય પૂરા થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે અને બચત કરવામાં સફળ થઈ શકો છો. લવ લાઇફ સારી રહેવાની છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું મિશ્રિત પરિણામ આપશે. તેવામાં આ રાશિના જાતકોની નોકરીમાં ફેરફાર થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. આ સાથે સન્માનમાં વધારો થઈ શકે છે. વેપારમાં પણ લાભ થઈ શકે છે. તમને વધુ નફો થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમારૂ જરૂરીયાત પ્રમાણે ખર્ચ કરી શકશો. લવ લાઇફ સારી રહેવાની છે. પરંતુ ખોટા અહંકારથી બચો. તેનાથી તમારો સંબંધ તૂટવા પર પહોંચી શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos