2 દિવસ બાદ પાપી ગ્રહના નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર, આ જાતકો પર રહેશે મહેરબાન, ધન-વૈભવની થશે પ્રાપ્તિ

Shukra Nakshatra Parivartan 2024: દૈત્યોના ગુરૂ શુક્ર જલ્દી કેતુના નક્ષત્ર મૂળમાં પ્રવેશ કરશે. તેવામાં ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
 

શુક્ર નક્ષત્ર પરિવર્તન

1/5
image

જ્યોતિશ શાસ્ત્રમાં શુક્રને પ્રેમ, આકર્ષણ, ધન-વૈભવ, સુંદરતાનો કારક માનવામાં આવ્યો છે. તેવામાં શુક્રના રાશિ પરિવર્તન કરવાની અસર દરેક જાતકોના જીવનમાં પડે છે. દૈત્યોના ગુરૂ શુક્ર એક ચોક્કસ સમય બાદ રાશિની સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. દૃક પંચાગ અનુસાર આ સમયે શુક્ર જ્યેષ્ઠા નક્ષત્રમાં બિરાજમાન છે. પરંતુ આવતી 7 તારીખે તે નક્ષત્ર પરિવર્તન કરી મૂળ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શુક્રના કેતુના નક્ષત્રમાં પ્રવેશથી કેટલાક જાતકોને લાભ મળશે, તો કોઈ જાતકોએ સાવધાન રહેવું પડશે. આવો જાણીએ શુક્રના નક્ષત્ર પરિવર્તનથી કયા જાતકોને લાભ થશે.

મેષ રાશિ

2/5
image

શુક્ર આ રાશિના બીજા અને સાતમાં ભાવનો સ્વામી બની મૂળ નક્ષત્રમાં મેષ રાશિના નવમાં ભાવમાં બિરાજમાન રહેશે. તેવામાં આ જાતકોને ભાગ્યનો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ થઈ શકે છે. પરિવાર અને મિત્રોનો સાથ મળી શકે છે. આ સાથે કરિયરના ક્ષેત્રમાં લાભ થઈ શકે છે. વેપારમાં પણ તમને ખુબ લાભ મળવાનો છે. વિદેશમાં નવા ઓર્ડર મળી શકે છે. સાથે તમારો વેપાર શાનદાર ચાલશે. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે. તમે બચત કરવામાં સફળ થઈ શકો છો, લવ લાઇફ સારી રહેશે. પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો.   

વૃષભ રાશિ

3/5
image

વૃષભ રાશિમાં શુક્ર પહેલા અને છઠ્ઠા ભાવના સ્વામી થઈ મૂળ નક્ષત્રમાં ધન રાશિમાં રહી આઠમાં ભાવમાં બિરાજમાન રહેશે. તેવામાં આ રાશિના જાતકોને પૈતૃક સંપત્તિ, શેર માર્કેટના માધ્યમથી ખુબ લાભ મળી શકે છે. આ સાથે વીમા પોલિસીના માધ્યમથી ખુબ લાભ મળી શકે છે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો તમારા દ્વારા કરેલા કામથી ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થઈ શકે છે. વેપારમાં પણ ખુબ લાભ મળવાનો છે.

કન્યા રાશિ

4/5
image

આ રાશિના ચોથા ભાવમાં શુક્ર બિરાજમાન રહેશે. આ સાથે મૂળ નક્ષત્રમાં રહી શુક્ર આ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે. તમને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. સુખ-સુવિધાઓ વધશે. કરિયરમાં પણ તમને લાભ થશે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. માન-સન્માનમાં વધારો થઈ શકે છે. વેપારમાં પણ તમે બનાવેલી રણનીતિ કામ આવી શકે છે. આ સાથે તમે તમારા વિરોધીઓ પર હાવી થઈ શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. આ સાથે તમે બચત પણ કરી શકશો. લવ લાઇફ અને લગ્ન જીવન સારૂ રહેશે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.