હાડ થીજવતી ઠંડી પડશે, વાતાવરણમાં આવશે પલટો, માવઠાની પણ સંભાવના, જાણો નવી આગાહી

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાને કારણે લોકો ઠંડીની જગ્યાએ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. પરંતુ હજુ રાજ્યમાંથી શિયાળાએ વિદાય લીધી નથી. ગુજરાતના હવામાનમાં હજુ પણ પલટા આવવાના છે. જાણો ગુજરાતના હવામાનને લઈને શું છે આગાહી....
 

1/5
image

રાજ્યમાં પવનોની દિશા બદલાવાને કારણે લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. ગુજરાતમાં પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યના હવામાનમાં પલટો આવશે તેની આગાહી પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે કરી છે.   

અંબાલાલ પટેલની આગાહી

2/5
image

પોતાની સચોટ આગાહી માટે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 27થી 29 જાન્યુઆરી દરમિયાન કેટલાક ભાગમાં માવઠું પડી શકે છે. અંબાલાલે કહ્યું કે 21થી 30 જાન્યુઆરી વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં ફરી ઠંડી વધશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી ભુક્કા કાઢી નાખશે.

3/5
image

અંબાલાલની આગાહી મુજબ ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયું આવી શકે. એટલે કે વાદળા આવી શકે છે. 

પરેશ ગોસ્વામીની આગાહી

4/5
image

પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું કે કારતક મહિનાની શરૂઆતથી લઈને 18 જાન્યુઆરી સુધી કશ તાકરાનું પ્રમાણ નબળું રહ્યું છે. તેમણે કહ્યું કે આ સારા સંકેતો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી કશ કાતરા થવા જોઈએ તેવા થયા નથી. તેમણે ચોમાસા અંગે કહ્યું કે બે વખત કશ કાતરા થયા હતા. તેમ છતાં ચોમાસુ નબળું થવાનું નથી કારણ કે ચોમાસા માટે અન્ય પરિબળો પણ જોવાના હોય છે. 

5/5
image

અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે હવામાન અંગે જણાવ્યું કે રાજ્યમાં આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થવાનો નથી. બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. એટલે કે બે દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો વધી શકે છે. તેમણે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી ઘટી છે. અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી તો ગાંધીનગરમાં 16.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.