Photos: 100 ઘોડેસવારો સાથે વરરાજા પરણવા ઉપડ્યા, ચોટીલાના રસ્તા ઘોડાના ડાબલાના અવાજથી ગૂંજી ઉઠ્યા, જાન પર પૈસાનો વરસાદ
મયૂર સંધી, સુરેન્દ્રનગર: કમૂરતા ઉતરતા જ હવે લગ્નગાળો શરૂ થઈ ગયો છે. ચારેબાજુ શરણાઈના સૂર રેલાતા જોવા મળે છે. લોકોને મોટી મોટી ગાડીઓમાં જાન કાઢવાના અભરખા હોય છે. પરંતુ ગુજરાતના ચોટીલાના રસ્તાઓ પર આ એક એવી જાન નીકળી કે વરરાજાની સાથે સાથે જાનૈયાઓ પણ ઘોડા પર નીકળી પડ્યા. 100 જેટલા ઘોડેસવારે ઠાઠમાઠ સાથે લગ્ન પ્રસંગમાં પહોચ્યા. ચોટીલાના માર્ગો ઘોડાના ડાબલાના અવાજથી ધણધણી ઉઠ્યા. લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી.
વરરાજા 100 ઘોડેસવારો સાથે ચોટીલાના માર્ગો પર શાહી અંદાજમાં ઘોડે સવારી કરતા પરણવા માટે પહોંચ્યા. ચોટીલાા માર્ગો ઘોડાના ડાકલાના અવાજથી ગૂંજી ઉઠ્યા હતા. અત્રે જણાવવાનું કે ચોટીલાના ખાચર દરબાર અને ખેરડી ભાગદાર સ્વ. દાદબાપુ ઘુસાબાપુ ખાચરના પરિવારના મંગળુભાઈ દાદભાઈના દીકરા મહાવીરભાઈ ખાચરના લગ્ન પીપળિયા ધાધલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુભાઈ દડુભાઈની દીકરી સાથે નક્કી કરવામાં આવ્યા.
વરરાજા મહાવીર ખાચરને અલગ રીતે જાન જોડવાનું મન થયું અને ત્યારબાદ રજવાડી ઠાઠમાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન કાઢવાનું નક્કી કર્યું અને એક સાથે 100 જેટલા ઘોડેસવારો જાનમાં જોડાયા.
100 ઘોડેસવારોવાળી આ જાન જ્યારે ચોટીલા પહોંચી તો લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. એક સાથે આટલા બધા ઘોડા દોડતા લોકો પણ અચરજ પામ્યા હતા. આ દરમિયાન રસ્તામાં જાનૈયાઓએ વરરાજા પર પૈસાનો વરસાદ વરસાવ્યો.
વાહચાલકો અને સ્થાનિક લોકો જોવા માટે બેઘડી ટાઈમ કાઢીને ઊભા રહી ગયા.
Trending Photos