વરસાદ પડતા જ ગુજરાતના આ શહેરમાં રસ્તા પર આવી જાય છે મગરો! શહેરમાં છે 1000થી વધુ મગર!
Crocodile in Gujarat: વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા મગરો બહાર નિકળ્યા હતા. બુધવારે વડોદરા શહેરની સડકો પર ફરી એકવાર લોકોને મગરો ફરતા જોવા મળ્યાં. આ દ્રશ્યો અહીંના લોકો માટે નવા નથી. અહીં વરસાદ પડતાની સાથે જ નદીમાંથી મગરો બહાર આવી જતા હોય છે. આજે વડોદરામાં ભયજનક સપાટીએ પહોંચી વિશ્વામિત્રી નદી.. 27 ફૂટ પર વહી રહ્યા છે નદીના જળ... કાંઠા વિસ્તારોને કરાયા ખાલી.. તો દેવ ડેમમાંથી પણ પાણી છોડાતા 7 ગામોને કરાયા એલર્ટ...
વરસાદ પડતાની સાથે જ બુધવારે ફરી એકવાર વડોદરાના ફતેગંજ નરહરી હૉસ્પિટલની બહાર મગર જોવા મળ્યો હતો. મોડી રાત્રે રસ્તા પર મગર જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો. ત્યાર બાદ મગરને રેસ્ક્યૂ કરી ફરી નદીમાં છોડાયો હતો.
વર્ષોથી આ શહેરમાં મગરો અને લોકો એક બીજા સાથે વસવાટ કરતા આવ્યાં છે. જેમ ગીરમાં સિંહો વસવાટ કરે છે એમ વડોદરામાં મગરોનો વસવાટ છે.
ભારે વરસાદમાં નદીઓ ઓવરફ્લો થતી હોય છે. ત્યારે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પણ જો ભારે વરસાદનું પાણી એકઠું થાય તો આ નદી પણ છલકાતી હોય છે. આવી સ્થિતિમાં નદીમાં વસવાટ કરતા મગરો શહેરની સડકો પર આવી જતા હોય છે. એક અંદાજ મુજબ આ નદીમાં 450 થી વધુ ખુંખાર મગરો છે.
વડોદરા મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વર્ષોથી મગરો વસવાટ કરે છે. વડોદરા શહેર મધ્યમાંથી 17 કિલોમીટર વિસ્તારમાં સર્પાકારે વિશ્વામિત્રી નદી વહી રહી છે.
એક અંદાજ મુજબ આ નદીમાં 450 થી વધુ મગરમચ્છ આ નદીમાં રહે છે. અવારનવાર ભારે વરસાદ કે નદીમાં પૂરની સ્થિતિને કારણે આ મગરો નદીની બહાર રસ્તા પર પણ ઉતરી આવતા હોય છે. વડોદરાવાસીઓ માટે આ વાત સામાન્ય બની ગઈ છે. તેથી જ નદીની આસપાસથી નદીના કિનારા નજીકથી પસાર થતાં સ્થાનિકો હવે પોતાની જાતે જ સતર્કતા રાખતા થઈ ગયા છે.
વડોદરા તથા આજુ બાજુના ગામની નદી તથા તળાવોમાં મોટી સંખ્યામાં મગર રહે છે. સૌથી વધારે મગર વડોદરાની વિશ્વામિત્રી નદીમાં રહે છે. વન વિભાગ અનુસાર, વડોદરામાં 350 થી 450 જેટલા મગર છે, જ્યારે આજુ બાજુ નદી, તળાવ સહિતની મગરોની સંખ્યા 1000 કરતા પણ વધારે છે.
નદીકાંઠે રહેતાં લોકો હંમેશા ભયમાં રહે છેઃ
અનેકવાર ઘટના થઈ ચૂકી છે કે નદી કિનારે કપડાં ધોતા હોય કે કુદરતી હાજતે ગયેલા હોય આવા વ્યક્તિઓને મગર ખેંચી જવાની ઘટના બની ચૂકી છે. તેથી નદીકાંઠે રહેતાં લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે.
ગુજરાતના વડોદરા જિલ્લામાં ઓછામાં ઓછા 1,000 મગરોએ આરામદાયક ઘર શોધી કાઢ્યું છે, જે જિલ્લાના જિલ્લામાં સરિસૃપની સંખ્યા નક્કી કરવા માટે હાથ ધરવામાં આવેલી પ્રથમ વસ્તી ગણતરી દર્શાવે છે.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સૌથી વધુ મગર વડોદરા જિલ્લામાં છે. જેમાં એકલી વિશ્વા મિત્રી નદીમાં જ 450 જેટલાં મગરો છે. જ્યારે આ ઉપરાંત આસપાસની નદીઓ અને તળાવોમાં મળીને આ જિલ્લામાં અંદાજે 1 હજાર કરતા વધુ મગરો વસે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ છેલ્લા 20 વર્ષોમાં શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં સરિસૃપની સંખ્યા ચાર ગણી વધીને 270 થઈ ગઈ છે.
વન વિભાગે 2021માં આપેલી માહિતી મુજબ "અમારી ટીમોએ વિશ્વામિત્રી નદીમાં વસ્તી ગણતરી દરમિયાન 270 થી વધુ મગર જોયા. તેમાં પુખ્ત અને બાળક બંને મગરોનો સમાવેશ થાય છે જે નદીના જુદા જુદા ભાગોમાં રહે છે. સરિસૃપની સંખ્યા વધીને 1,000 માર્ક થઈ ગઈ છે,"
Trending Photos