Asia Cup 2023: એક મેચમાં પાંચ ટર્નિંગ પોઈન્ટ! જો એક પણ વસ્તુ આઘી પાછી થાત તો ભારત હારી જાત

Asia Cup 2023: એશિયા કપ 2023માં મંગળવારે સુપર-4 મેચમાં ભારતે શ્રીલંકાને 41 રને હરાવ્યું. ભારતે શ્રીલંકાને હરાવીને 11મી વખત એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત માટે આ મેચમાં જીત નોંધાવવી બિલકુલ સરળ ન હતી. ટીમ ઈન્ડિયાની જીતમાં 5 મોટા ટર્નિંગ પોઈન્ટ આવ્યા, નહીંતર શ્રીલંકા આ મેચ આરામથી જીતી ગઈ હોત. ચાલો ભારતની જીતના 5 મોટા ટર્નિંગ પોઈન્ટ પર એક નજર કરીએ:

રોહિત શર્માની તોફાની ફિફ્ટી

1/5
image

રોહિત શર્માએ આ મેચમાં શ્રીલંકા સામે 48 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્માની વિસ્ફોટક ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સ સામેલ હતી. ખરા અર્થમાં રોહિત શર્માએ મહત્વની ક્ષણે આ અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખ્યો હતો. જો રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો હોત તો ભારતનો દાવ 150 રન સુધી સમેટાઈ શક્યો હોત.

રાહુલ અને કિશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી

2/5
image

એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 91 રનમાં 3 વિકેટે હતો. તે નિર્ણાયક ક્ષણે, કેએલ રાહુલ અને ઇશાન કિશને મળીને ચોથી વિકેટ માટે 63 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. પાકિસ્તાન સામે અણનમ સદી રમનાર કેએલ રાહુલ (39) અને ઈશાન કિશન (33)એ શ્રીલંકા સામે ચોથી વિકેટ માટે 89 બોલમાં 63 રનની ભાગીદારી કરીને મેચમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો.

નીચેના ક્રમમાં અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગ

3/5
image

નીચલા ક્રમમાં અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગ પણ ટીમ ઈન્ડિયાની જીતમાં મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. અક્ષર પટેલે 36 બોલમાં 26 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. અક્ષર પટેલે આ દરમિયાન 1 સિક્સ ફટકારી હતી. અક્ષર પટેલે પોતાની શાનદાર બેટિંગથી ટીમ ઈન્ડિયાનો સ્કોર 213 રન સુધી પહોંચાડ્યો હતો.

બુમરાહ અને જાડેજાની ઘાતક બોલિંગ

4/5
image

જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગ ટીમ ઈન્ડિયાની જીતમાં ટર્નિંગ પોઈંટ સાબિત થઈ. શ્રીલંકા વિરૂદ્ધ જસપ્રીત બુમરાહે 2 અને રવિન્દ્ર જાડેજાએ પણ 2 વિકેટ ઝડપી હતી.

કુલદીપ યાદવનો ખતરનાક સ્પેલ

5/5
image

કુલદીપ યાદવે શ્રીલંકા સામે ખતરનાક બોલિંગ કરી હતી અને 9.3 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવના આ ખતરનાક સ્પેલ વિના ભારત માટે જીતવું શક્ય નહોતું.