હોળી પહેલા બનશે શનિ, શુક્ર અને સૂર્યનો ત્રિગ્રહી યોગ, આ ત્રણ જાતકોને મળશે વિશેષ લાભ

Trigrahi Yog: વૈદિક પંચાગ અનુસાર કુંભ રાશિમાં સૂર્ય, શુક્ર અને શનિની યુતિથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ ત્રિગ્રહી યોગની અસર દરેક જાતકો પર થશે પરંતુ વિશેષ કરીને ત્રણ રાશિના લોકોને તેનું ફળ મળશે. 

ત્રિગ્રહી યોગ

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અત્યારે ગ્રહોના રાજા સૂર્ય અને ન્યાયના દાતા શનિદેવ કુંભ રાશિમાં સંચરણ કરી રહ્યાં છે અને 7 માર્ચે ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી કુંભ રાશિમાં સૂર્ય, શુક્ર અને શનિની યુતિથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ યોગ કુંભ રાશિમાં 30 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. તેવામાં આ યોગથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. 

મકર

2/5
image

મકર રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ લાભકારી થઈ શકે છે. કારણ કે સૂર્ય, શુક્ર અને શનિની યુતિ તમારી રાશિથી ધન અને વાણી ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે કરિયર અને કારોબારમાં તમારી માનસિક સ્થિતિ મજબૂત થશે અને આત્મ વિશ્વાસમાં વધારો થશે. તમારામાં પાણીનો પ્રભાવ જોવા મળશે. સાથે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. જે લોકોનું કામ-કારોબાર માર્કેટિંગ, કમ્યુનિકેશન, કલા અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલું છે, તેના માટે આ સમય વરદાન સમાન છે. 

વૃષભ

3/5
image

ત્રિગ્રહી યોગ વૃષભ રાશિના જાતકો માટે આવક અને રોકાણની દ્રષ્ટિએ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના 11માં ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થશે. સાથે આવકના નવા સોર્સ બનવાથી ધનલાભ થઈ શકે છે. તમારી કમાણીમાં વધારો થશે અને મિત્રોનો દરેક પ્રકારનો સહયોગ પણ તમને મળશે. પરિવારના લોકોનો તમને સહયોગ પ્રાપ્ત થશે. તો આયાત-નિકાસમાં લાભ થશે. આ સાથે શેર સટ્ટા ક્ષેત્રમાં પણ લાભનો યોગ છે. 

મિથુન રાશિ

4/5
image

સૂર્ય, શુક્ર અને શનિની યુતિ મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળશે. અટવાયેલા કામ પૂરા થશે. તમારા જીવનમાં સુખ સુવિધાઓ વધશે અને વિદ્યા તથા બુદ્ધિ વધશે. સાથે તમે કામ-કારોબારના સંબંધમાં યાત્રા કરી શકો છો જે શુભ રહેશે. તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે ત્રિગ્રહી યોગ શુભ સાબિત થશે. તમને કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે.

5/5
image