Superfast Charging Electric Car: માત્ર 10 મિનિટમાં ફુલ ચાર્જ થશે આ કાર, 1000 કિમીની મળશે ડ્રાઈવિંગ રેન્જ
નવી દિલ્લીઃ આગામી જમાનો ઈલેક્ટ્રીક કારનો છે. જો કે ભારતમાં તેને લઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલ પર બહુ કામ કરવાનું બાકી છે. ઈલેક્ટ્રીક કારમાં ચાર્જિંગ એક બહુ મોટી સમસ્યા હોય છે. ચાર્જિંગમાં 6-8 કલાક અથવા સમગ્ર રાત કારને ચાર્જમાં રાખવી પડે છે. જો કે ચીનની કાર કંપનીએ બેટરી ચાર્જિંગને લઈ નવી ટેક્નીકની શોધ કરી છે, જેથી ઈલેક્ટ્રીક કાર માત્ર 10 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે.
GAC ની નવી બેટરી ચાર્જિંગ ટેકનીક
GACનું કહેવું છે કે તેના પાસે 3C અને 6C વર્ઝન છે, જે બેટરીને એકદમ ઝડપથી ચાર્જ કરે છે. કંપનીનો દાવો છે કે 3C ફાસ્ટ ચાર્જરથી કાર ન માત્ર 16 મિનિટમાં 0-80 ટકા ચાર્જ થઈ જશે. પરંતુ 30-80 ટકા ચાર્જ થવામાં તેને માત્ર 10 મિનિટનો સમય લાગશે.
3C ફાસ્ટ ચાર્જર થી 16 મિનિટમાં 80% ચાર્જ
જ્યારે 6C ચાર્જરમાં માત્ર 8 મિનિટમાં 0-80 ટકા બેટરી ચાર્જ થઈ જાય છે. 30-80 ટકા ચાર્જ થવામાં માત્ર 5 મિનિટનો સમય લાગે છે. જ્યારે ફુલ ચાર્જ થવા પર માત્ર 10 મિનિટનો સમય લાગે છે.
6C થી 10 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જશે
ફાસ્ટ ચાર્જિંગથી બેટરી ખરાબ થવાનો દાવો પણ કંપનીએ ફગાવ્યો છે. કંપનીનું કહેવું છે કે કારને 1 લાખ કિલોમીટર ચલાવ્યા બાદ પણ બેટરીને કોઈ નુકસાન થતું નથી.
બેટરીને કોઈ નુકસાન નહીં થાય
કંપનીનો દાવો છે કે તેની ગ્રેફીન બેટરી ટેક્નોલોજીને કારણે તેની Aion V SUVની રેન્જ 1000 કિલોમીટર સુધીની છે. જે અત્યારે મળતી તમામ ઈલેક્ટ્રીક કારો કરતા સૌથી વધુ છે. આશા રાખવામાં આવી રહી છે કે આ SUVને સપ્ટેમ્બર સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
પેટ્રોલ ભરાવતા જેટલો સમય લાગે છે, તેટલો જ સમય કારને ચાર્જ થવામાં લાગશે
ચીનની કંપની Guangzhou Automobile Corporationએ હાલમાં પોતાની ઈલેક્ટ્રીક કાર Aion Vને લોન્ચ કરી છે. આ કાર માટે કહેવામાં આવ્યું છે કે આમાં ગ્રેફીન બેટરી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કારને માત્ર 8 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી દે છે. એટલે કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવતા જેટલો સમય લાગે છે, તેટલો જ સમય કારને ચાર્જ થવામાં લાગશે.
Trending Photos