સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યો સુપરસ્ટાર આમીર ખાન, સરદારને કર્યા વંદન!
Aamir Khan At Statue Of Unity : સુપરસ્ટાર આમીર ખાન ગુજરાતના ફેમસ ટુરિસ્ટ સ્પોટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચ્યો હતો. તેણે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તો સરદાર પટેલની વિશાળ પ્રતિમાને વંદન કર્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થઈ રહેલા ધ્વજવંદનમાં બૉલીવુડ અભિનેતા આમિર ખાન પણ હાજરી આપવા માટે સ્ટેચ્યુ ખાતે પહોંચ્યો હતો. ધ્વજવંદન બાદ આમિર ખાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી હતી. તો ગેલેરીની મુલાકાત પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આગામી ફિલ્મ સિતારે જમીન પર માટે આમિર ખાન હાલ ગુજરાતમાં શૂટિંગ કરી રહ્યો છે.
76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં કરવામાં આવી. તાપીમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી થઈ. આચાર્ય દેવવ્રતે ધ્વજ વંદન કર્યું. તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું. ધ્વજ વંદન બાદ રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ સૌનું અભિવાનદ ઝીલ્યું. ત્યારે બાદ પરેડની સલામી ઝીલી. પ્રજાસત્તાક પર્વ પર ગુજરાત પોલીસના જવાનોએ દિલધડક કરતબો રજૂ કર્યા. આ સાથે વિદ્યાર્થીઓએ મન મોહી લે તેવા સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કર્યા.
ગુજરાત સરકારના મંત્રીઓએ અલગ અલગ જિલ્લાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અંબાજીમાં થયેલી જિલ્લા કક્ષાની ઉજવણીમાં હાજરી આપી ધ્વજ વંદન કર્યું. તો કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રીએ ભાવનગરમાં ધ્વજ વંદન કર્યું. આ તરફ ગાંધીનગરમાં થયેલી ઉજવણીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. તો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુરમાં થયેલી ઉજવણીમાં હાજરી આપી
દેશભરમાં 76માં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગરમાં આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું. ભાજપના જનરલ સેક્રેટરી રજની પટેલે ધ્વજ વંદન કર્યું. આ સમયે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. રજની પટેલે આજના દિવસે શહીદોના બલિદાનને યાદ કર્યું. તો અમદાવાદમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે પણ ખાસ ઉજવણી કરવામાં આવી. શક્તિસિંહ ગોહિલે ધ્વજ વંદન કરી કાર્યકરો સાથે ઉજવણી કરી. અને ભારતના બંધારણના ઘડવૈયા આંબેડકરજીને યાદ કર્યા
Trending Photos