‘બાઈકને બદલે ગુલાબી રંગ ગમવા લાગતા જ મેં નક્કી કર્યુ કે હું સર્જરી કરાવીશ’

39 વર્ષની ઉંમરમાં જાતિ પરિવર્તન કરી સંદીપથી અલીશા બનવાનુ નક્કી કર્યું. આજે તે ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમન બની છે. જેનું સર્ટિફિકેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું 

ચેતન પટેલ/સુરત :છેલ્લા 30 વર્ષથી આંતરિક અશાંતિથી પીડાતા સંદીપ પટેલ જ્યારે આલીશા બન્યો ત્યારે તેની આ પીડા શાંત થઈ હતી. આ વાત સાંભળતા થોડુંક અજુકતું લાગશે. પરંતુ આ એક સાચી હકીકત છે. આમ તો પરિવારજનો, મિત્રો તેમજ લોકો તેને સંદીપના નામથી ઓળખતા હતા. પરંતુ તેને અંદરથી પોતે મહિલા હોઈ તેવી ફિલિગ આવતી હતી.  આખરે તેને 39 વર્ષની ઉંમરમાં જાતિ પરિવર્તન કરી સંદીપથી અલીશા બનવાનુ નક્કી કર્યું. આજે તે ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમન બની છે. જેનું સર્ટિફિકેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે.
 

સંદીપને અચાનક ગુલાબી રંગ ગમવા લાગ્યો

1/4
image

સુરતમાં રહેતો સંદીપ ઓરિયન્ટલ થેરાપીમાં નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. સંદીપને 12 વર્ષની ઉંમરમાં જ અચાનક જ છોકરીઓને ગમતી તમામ વસ્તુઓ સારી લાગવા લાગી હતી. તેને અચાનક જ ગુલાબી રંગ ખૂબ જ પસંદ આવવા લાગ્યો હતો. તે અન્ય છોકરાઓની જેમ કાર અને બાઇક નહિ, પરંતુ ઢીંગલી પસંદ કરવા લાગ્યો હતો. ત્યારે જ તેને ખબર પડી ગઈ કે તે છોકરો નથી. કંઇક તો છે જે તેને અન્ય છોકરાઓ કરતાં જુદો પાડે છે. 

સરકારે પણ ટ્રાન્સ વુમનનું સર્ટિફિકેટ આપ્યું

2/4
image

ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછી પણ માનસિક દ્વંદ્વથી પસાર થઇ રહેલા સંદીપે આખરે નિશ્ચય કર્યું કે જે તે અંદરથી છે તે સમાજની સામે લાવશે અને 39 વર્ષની ઉંમરમાં સંદીપે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને ત્રણ સર્જરી કરી તે સંદીપથી અલીશા પટેલ બની ગયો. આલિશા પટેલને હાલ જ સુરત જિલ્લા કલેક્ટર દ્વારા એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે જેના કારણે હવે તે રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન બની ગઈ છે.

સંદીપથી અલીશા બનવા 8 લાખની સર્જરી કરાવી

3/4
image

આ પ્રમાણમપત્ર તેણીની જાતિ પરિવર્તનના ઓપરેશન પછી પ્રાપ્ત થયું છે અને જ્યારે નવી ઓળખને સરકાર તરફથી માન્યતા મળી ત્યારે તે ખૂબ જ ખુશ છે. અલીશા ઓરિયન્ટલ ટ્રેનર છે અને તાજેતરમાં એક મહિલા બનવા માટે આશરે 8 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. અલીશા પટેલ નવા નિયમો અનુસાર સરકાર દ્વારા જાહેર કરાયેલું પ્રમાણપત્ર મેળવનાર રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન બની છે.

મેં નક્કી કર્યું હતું કે, મોટી થઈને હું મારા પરિવારમા સ્ત્રી બનીશ

4/4
image

તમેણે ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે હવે આત્મવિશ્વાસથી મારી ઓળખ લોકોને જણાવી શકું છું અને એક મહિલા તરીકે કામ કરી શકું છું, જે હું અગાઉ કરી શકતી નહોતી. અલીશાએ જણાવ્યું હતું, તે 12 વર્ષની હતી ત્યારથી તે અંદરથી એક મહિલા છે એ વાતની ખબર પડી. શાળામાં છોકરાઓ હાફ પેન્ટ પહેરીને આવતા, પરંતુ મને સ્કૂલના ગણવેશમાં લાંબી સ્કર્ટ ગમતી હતી. પરંતુ હું પોતાને વ્યક્ત કરી શકતી નહોતી. છ બહેનોમાં સૌથી નાની અલીશા પટેલે જણાવ્યું હતું કે, મારા  શરીરની બોડી લેંગ્વેજ, રુચિ અને વાત કરવાની રીત બતાવતી હતી કે હું મોટી થઈને મારા પરિવારમાં સ્ત્રી બનીશ.