ગુજરાતના રસ્તાઓ પર ફરતી ગોલ્ડન મર્સિડીઝનું કનેક્શન એક ખેડૂત સાથે નીકળ્યું

સુરતના સચિન વિસ્તારના ખેડૂત સમીર પટેલને સોનુ ખૂબ જ પસંદ છે. તેઓ દૂબઈ ગયા હતા અને સોશિયલ મીડિયામાં જ્યારે અરબના શેખની ગોલ્ડન કાર જોઇ ત્યારે પોતાની મર્સિડીઝ કારને ગોલ્ડન રંગ આપવાનું નક્કી કર્યું હતું

ચેતન પટેલ/સુરત :ગુજરાતના રોડ પર 24 કેરેટ ગોલ્ડના રંગની ચમકતી મર્સિડીઝ કાર (gold car) ને જોઈ લોકો આકર્ષિત થઇ રહ્યા છે. આ કારની તસવીરો પણ ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો વિચારી રહ્યા છે કે, આટલી મોંઘી કાર કોઈ ઉદ્યોગપતિ દ્વારા બનાવવામાં આવી હશે. પરંતુ સાંભળીને આશ્ચર્ય થશે કે ગોલ્ડન રંગની મર્સિડીઝ કાર કોઈ ઉદ્યોગપતિએ નહિ, પરંતુ ગુજરાતના એક ખેડૂતે પોતાના માટે ખાસ તૈયાર કરાવી છે.

દૂબઈના શેખ જેવી સોનાની કાર ગમતી હતી

1/4
image

ગુજરાતના ખેડૂતો જે નક્કી કરી લે તે કરવામાં પાછળ રહેતા નથી. આ વાત ત્યારે સાબિત થઈ જ્યારે દક્ષિણ ગુજરાત સુરતના એક સોનાના ચાહક ખેડૂતે પોતાની 24 કેરેટ ગોલ્ડ રંગની મર્સિડીઝ કાર પોતાની માટે તૈયાર કરાવી હતી. સુરતના સચિન વિસ્તારના ખેડૂત સમીર પટેલને સોનુ ખૂબ જ પસંદ છે. તેઓ દૂબઈ ગયા હતા અને સોશિયલ મીડિયામાં જ્યારે અરબના શેખની ગોલ્ડન કાર જોઇ ત્યારે પોતાની મર્સિડીઝ કારને ગોલ્ડન રંગ આપવાનું નક્કી કર્યું હતું.   

સોનાના દાગીનાથી લદાયેલા ખેડૂતે શું કર્યું

2/4
image

સુરતના આ ખેડૂતનો સોનાનો ક્રેઝ એટલો છે કે, રોજે પોતાના શરીર પર 80 તોલા સોનાના દાગીના પહેરે છે. તેમની ઘડિયાળ, ગળાની ચેઇન, હાથનું બ્રેસલેટ, વિંટી, મોબાઈલ કવર બધું સોનાનું છે. સમીર પટેલે જણાવ્યું હતું કે, અરબ શેખની જેમ તેઓએ પોતાની કાર પણ ગોલ્ડન કરવા માંગતા હતાં. પરંતુ રિયલ ગોલ્ડની જગ્યાએ તેઓએ ફ્રાન્સની ટેકનોલોજીને વાપરી ખાસ ગોલ્ડન કલરથી કાર તૈયાર કરાવી છે.   

ફ્રાન્સની ટેકનોલોજીથી કારને ગોલ્ડન કલર અપાયો

3/4
image

અરબના દેશોમાં શેખ જે રીતે પોતાની મર્સિડીઝ કારને ગોલ્ડન કરવાનો વિચાર કર્યો અને આ માટે તેમણે ઓટોમોબાઇલ નિષ્ણાત રવિ શાહનો સંપર્ક કર્યો હતો. ફ્રાન્સની ટેકનોલોજી વાપરી મર્સિડીઝને ગોલ્ડન રંગ આપવામાં આવ્યો છે. આ ટેકનોલોજી ગુજરાતમાં એકમાત્ર સુરતમાં છે. જેના દ્વારા કારને ડેમેજ કર્યા વગર તેના રંગ કરી શકાય અને નવો લૂક આપી શકાય છે.

ગુજરાત બહારથી પણ ગોલ્ડન કારના ઓર્ડર મળવા લાગ્યા

4/4
image

આ અંગે રવિ શાહે જણાવ્યું હતું કે, તેમણે આ ખાસ ટેકનોલોજીના માધ્યમથી સમીર પટેલની ઈચ્છા પૂર્ણ કરી. સોશિયલ મીડિયામાં જ્યારે આ ગોલ્ડન કારની તસવીરો વાયરલ થઈ તો ગુજરાત જ નહિ ગુજરાત બહારથી પણ ઓર્ડર મળવા લાગ્યા છે.