100 વર્ષ બાદ હોળી પર બનશે ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગોચરનો દુર્લભ સંયોગ, આ જાતકોની ધન-સંપત્તિ વધશે, ચમકી જશે ભાગ્ય

Chandra Grahan and Surya Gochar 2025: વૈદિક જ્યોતિષ અનુસાર 100 વર્ષ બાદ હોળી પર સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ એક સાથે જોવા મળશે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ જાતકોને કરિયર અને બિઝનેસમાં લાભ થઈ શકે છે.

હોળી 2025

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર સમય-સમય પર ગ્રહ ગોચર અને ગ્રહણ એક સાથે જોવા મળે છે, જેનો પ્રભાવ માનવ જીવનની સાથે-સાથે દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 14 માર્ચે હોળીના દિવસે ચંદ્ર ગ્રહણ પડવાનું છે તો આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં હોળીના દિવસે ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગોચરનો સંયોગ એકસાથે બની રહ્યો છે. જેથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ જાતકો માટે આકસ્મિક ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.  

મિથુન રાશિ

2/5
image

તમારા માટે સૂર્ય ગોચર અને ચંદ્ર ગ્રહણ લાભદાયક સિદ્ધ થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી કર્મ ભાવ પર ગોચર કરવાના છે. તેથી વેપારીઓ અને નોકરી કરનાર લોકો માટે સમય શુભ રહેશે. નવી નોકરી, પ્રમોશન અને વેપારમાં સફળતાનો યોગ બનશે. જો તમે વિદેશમાં સેટલ થવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે શુભ રહેશે. સાથે આ દરમિયાન તમારી આવકમાં વધારો થઈ શકે છે. સાથે આવકના નવા-નવા સોર્સ બની શકે છે. આ સમય દરમિયાન વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. સાથે કારોબારનો વિસ્તાર કરી શકો છો.

વૃષભ રાશિ

3/5
image

સૂર્ય ગોચર અને ચંદ્ર ગ્રહણ તમારા લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી ગોચર કુંડળીના આવક ભાવ પર ગોચર કરવા જઈ રહ્યાં છે. તેથી તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે સોશિયલ નેટવર્કથી તમને પ્રસિદ્ધિ મળવાની આશા છે. તમે કોઈ મોટા પ્રોજેક્ટનો ભાગ બની શકો છો. બિઝનેસમાં તમને નવા ક્લાઉન્ટ અને પાર્ટનરશિપની તક મળી શકે છે. આ સમયે રોકાણથી તમને લાભ થઈ શકે છે. તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. જો તમે શેર બજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમને લાભ થઈ શકે છે.  

કર્ક રાશિ

4/5
image

તમારા લોકો માટે સૂર્ય ગોચર અને ચંદ્ર ગ્રહણ ફાયદાકારક સિદ્ધ થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી ભાગ્ય સ્થાન પર ગોચર કરી રહ્યાં છે. તેથી તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ દરમિયાન તમે આધ્યાત્મિક ઉન્નતિનો અનુભવ કરશો. તમારૂ વ્યક્તિત્વ પ્રભાવી થશે અને તેનાથી લોકો તમારા તરફ આકર્ષિત થશે. પરિણીત લોકોને લગ્નનું સુખ મળશે. સાથે તમારો પ્રેમ સંબંધ મજબૂત થશે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. આ સમયે તમને કાર્યમાં સિદ્ધિ મળશે. સાથે બેરોજગાર લોકોને નવી નોકરીની તક મળી શકે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.