Pics : ઈમરજન્સીથી રાજનીતિમાં પગ માંડનાર સુષમા સ્વરાજે ઓછી ઉંમરમાં મંત્રી બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો

રાજનીતિક ગલીઓમાં સુષમા સ્વરાજે નેતાઓ, કાર્યકર્તાઓ અને સામાન્ય જનતાના દિલમાં જે જગ્યા બનાવી છે, તે ગણતરીના નેતાઓ જ બની શકે છે. તેઓ સૌથી નાની ઉંમરમાં મંત્રી બનવાની સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી પણ બન્યા.

નવી દિલ્હી :રાજનીતિક ગલીઓમાં સુષમા સ્વરાજે નેતાઓ, કાર્યકર્તાઓ અને સામાન્ય જનતાના દિલમાં જે જગ્યા બનાવી છે, તે ગણતરીના નેતાઓ જ બની શકે છે. તેઓ સૌથી નાની ઉંમરમાં મંત્રી બનવાની સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી પણ બન્યા.

ઈમરજન્સીમાં શરૂ થઈ હતી રાજનીતિ

1/6
image

સુષમા સ્વરાજે પોતાના રાજનીતિક કરિયરની શરૂઆત આપાતકાલ દરમિયાન કરી હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તરફથી જ્યારે 1975 થી 1977 સુધી ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી હતી, તેના થોડા દિવસો બાદ સુષમાએ રાજનીતિમાં પગલુ ભર્યું હતું. જોકે, તેઓ સમગ્ર રીતે રાજકારણમાં ત્યારે આવ્યા, જ્યારે 1977માં તેઓ હરિયાણાથી ધારાસભ્ય ચૂંટાયા

સૌથી ઓછા ઉંમરમાં મંત્રી બન્યા

2/6
image

હરિયાણાથી ધારાસભ્ય ચૂંટાયા બાદ પ્રદેશના મુખ્યમંત્રી ચૌધકી દેવીલાલે તેમને શ્રમ મંત્રીનો કાર્યભાર સોંપ્યો હતો અને સુષ્મા સ્વરાજે સૌથી ઓછી ઉંમરમાં મંત્રી બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 

સૌથી ઓછી ઉંમરમાં પ્રદેશ અધ્યક્ષ

3/6
image

હરિયાણાની રાજનીતિમાં સક્રિય થવા દરમિયાન સુષમા સ્વરાજને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. તેમનું નામ હરિયાણા ભાજપમાં સૌથી ઓછી ઉંમરના અધ્યક્ષ બનવાના રેકોર્ડમાં સામેલ છે. 

1990માં સંસદ પહોંચ્યા

4/6
image

હરિયાણાની રાજનીતિમાં સક્રિયતા બતાવ્યા બાદ સુષમા સ્વરાજે કેન્દ્રીય રાજનીતિમાં પગલુ ભર્યું અને 1990માં ઈલેક્શન જીતીને સાંસદ બન્યા અને પહેલીવાર સંસદ પહોંચ્યા. 1996માં જ્યારે અટલ બિહારી વાજપેયી મુખ્યમંત્રી બન્યા તો તેમણે સુષમા સ્વરાજને કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર સોંપ્યો. જોકે, સરકાર 13 દિવસોમાં ભાંગી પડી અને સુષ્માને રાજીનામુ આપવું પડ્યું.

સોનિયાની વિરુદ્ધ લડ્યા હતા

5/6
image

કેન્દ્રીય રાજનીતિમાં લાંબો સમય રહ્યા બાદ બીજેપીએ સુષમાને કોંગ્રેસના કદાવર નેતા સોનિયા ગાંધીની વિરુદ્ધ મેદાનમાં ઉતાર્યા હતા. 1999માં થયેલા લોકસભા ઈલેક્શનમાં સુષમા સ્વરાજે બેલ્લારીથી સોનિયા ગાંધી વિરુદ્ધ લડ્યા હતા, પરંતુ જીતી શક્યા ન હતા. હાર છતા સુષમા સ્વરાજનો આત્મવિશ્વાસ ઓછો થયો ન હતો. થોડા સમય બાદ બીજેપીએ સુષમાને રાજ્યસભાના સાસંદ બનાવ્યા. રાજ્યસભામાં કાર્યભાર સંભાળવા દરમિયાન એકવાર ફરીથી 2000માં અટલ બિહારી વાજપેયીની સરકાર સત્તામાં આવી અને તેમને ફરીથી સૂચના પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો.

2009માં વડાપ્રધાન પદના દાવેદાર

6/6
image

2004માં ભાજપની સરકાર જતી રહી, પરંતુ આ દરમિયાન સુષ્મા સ્વરાજનું કદ રાષ્ટ્રીય નેતાઓમાં બહુ જ વધી ગુયં હતું. 2009માં તેઓ ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર બન્યા હતા. પરંતુ કોંગ્રેસના બીજીવાર સત્તામાં આવવાથી તેઓ નેતા પ્રતિપક્ષ બન્યા. 2014 સુધી નેતા પ્રતિપક્ષ બન્યા બાદ 2014માં જ્યારે એનડીએની સરકાર પૂર્ણ બહુમતથી આવી તો સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી બન્યા. વિદેશ મંત્રી તરીકે તેમણે પોતાની જવાબદારી એવી રીતે ભજવી કે, અત્યાર સુધીના સૌથી સફળ વિદેશ મંત્રી તેમને માનવામાં આવે છે.