આ 5 ટ્રિક ફોલો કરશો તો તમારો સ્માર્ટફોન ક્યારેય ફાટશે નહીં, આ છે ખૂબ જ સરળ રીત
નવી દિલ્લીઃ તાજેતરમાં OnePlus અને Realmeના સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થયો છે. અગાઉ પણ આ પ્રકારના કિસ્સા સામે આવ્યા છે. ફોનમાં બ્લાસ્ટ કોઈની પણ સાથે થઈ શકે છે. આજે અમે તમને એવી જ પાંચ ટ્રિક્સ જણાવવાના છીએ. જેને ફોલો કરશો તો તમારો સ્માર્ટફોન બોમ્બની જેમ ફૂટશે નહીં.
ફિઝિકલ ડેમેજ
ઘણી વખત બન્યું છે કે ફોન આપણા હાથમાંથી નીચે પડી ગયો હોય. ફોન પડવાથી ફોનની બેટરી બગડી શકે છે. એકવાર બેટરી ખરાબ થાય પછી ફૂલી જાય છે અને બેટરી વધુ પડતી ગરમ થવાને કારણે ફોન ફાટવાની શક્યતા વધી જાય છે. જો તમારો ફોન ઉંચી જગ્યા પરથી પડ્યો હોય તો સર્વિસ સેન્ટરમાં ફોનની ચકાસણી કરાવો..
તડકામાં ફોન રાખવો
સ્માર્ટફોનને લાંબા સમય સુધી સીધા સૂર્યપ્રકાશમાં ન રાખવો જોઈએ કારમાં સીધો તડકો આવતો હોય તેવી રીતે ન રાખવો જોઈએ વધુ પડતી ગરમી ફોનની બેટરીના સેલને અસર કરે છે અને તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ વાયુ ઉત્પન્ન કરે છે. આ વાયુને કારણે બેટરી ફૂલી જાય છે અને વિસ્ફોટ થાય છે.
થર્ડ-પાર્ટી ચાર્જરનો ઉપયોગ
ફોનનું ચાર્જર પણ ફોનમાં બ્લાસ્ટ થવાનું એક મોટું કારણ હોઈ શકે છે. તમારા સ્માર્ટફોનને હંમેશા કંપનીના ચાર્જરથી ચાર્જ કરવાનો પ્રયાસ કરો અને જો તમારું ચાર્જર ખરાબ થઈ જાય તો બ્રાન્ડેડ ચાર્જર જ ખરીદો. બીજું કોઈ ચાર્જર વાપરવાથી તમારા ફોનની બેટરીને નુકસાન થઈ શકે છે.
પ્રોસેસર
ફોનની પ્રોસેસર ફોન વધુ ગરમ થવાનું એક મોટું કારણ છે. તેથી એપ્સનો વધુ પડતો ઉપયોગ ન કરો. જે તમારા ફોન પર એકસાથે ઘણો ભાર આપે છે, ફોન ચાર્જ કરતી વખતે પણ ફોનનો ઉપયોગ કરશો નહીં.
રાત્રે ફોનને ચાર્જ કરવો
સ્માર્ટફોનને આખી રાત ચાર્જ કરવા ના મૂકો. આમ કરવાથી ફોન ખૂબ જ ઝડપથી ગરમ થાય છે. આપણામાંથી મોટાભાગના લોકો સૂતી વખતે ફોનને ચાર્જિંગ પર મૂકી દે છે, પરંતુ તેનાથી બેટરી ઓવરહિટીંગ, ઓવરચાર્જ, શોર્ટ-સર્કિટ અને ક્યારેક વિસ્ફોટ પણ થઈ શકે છે.
Trending Photos